International Dance Day 2023: ડાન્સ કરવાના પણ છે જબરદસ્ત ફાયદા, જિંદગીના તણાવોથી રહેશો દૂર

health benefits of dancing: આજે 'આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. નૃત્યના ઘણા સ્વાસ્થ્ય લાભો છે જેમ કે તે વજન ઘટાડે છે, મસલ્સને મજબૂત બનાવે છે. ડાન્સ તમને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે, કારણ કે તે મૂડને સુધારે છે અને સ્ટ્રેસ લેવલ ઘટાડે છે.

International Dance Day 2023: ડાન્સ કરવાના પણ છે જબરદસ્ત ફાયદા, જિંદગીના તણાવોથી રહેશો દૂર

international dance day 2023: આજે એટલે કે 29 એપ્રિલને વિશ્વભરમાં 'ઇન્ટરનેશનલ ડાન્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે. તે મહાન ડાન્સર જોર્જ નાવેરેના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ડાન્સ એ માત્ર એક કળા જ નથી, પરંતુ તે વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. ડાન્સ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખે છે. આવો આજે અમે તમને ડાન્સના ફાયદા જણાવીએ.

1. હાર્ટ માટે ફાયદાકારક 
એહવાલ અનુસાર, 30 મિનિટ સુધી ડાન્સ કરવાથી 130 થી 250 કેલરી બર્ન થાય છે. નૃત્ય કરવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે અને શરીર મજબૂત બને છે. આ સંતુલન અને સંકલન બનાવવામાં મદદ કરે છે. નૃત્ય એ સંપૂર્ણ શારીરિક કસરત છે, જે તમને શારીરિક અને માનસિક રીતે વધુ સારી બનાવે છે.

2. ડિપ્રેશનમાં અસરકારક
આજકાલ મોટાભાગના લોકો એકલતા અને ડિપ્રેશનથી પીડાય છે. આવી સ્થિતિ માટે ડાન્સ સારો વિકલ્પ છે. તેનાથી તણાવ દૂર થાય છે. એટલા માટે જો તમે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો ચોક્કસપણે ડાન્સ કરવો જોઈએ.

3. અનિદ્રા દૂર થાય છે 
જ્યારે તમે ડાન્સ કરો છો, ત્યારે તેનાથી શરીરમાં થાક આવે છે, જેનાથી સારી ઊંઘ આવે છે. આવી સ્થિતિમાં, અનિદ્રાની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકો માટે ડાન્સ એક સારો વિકલ્પ છે.

4. વજન ઘટાડવા 
આજકાલ વજન વધવું એ એક સામાન્ય સમસ્યા છે.વજન વધવાથી ઘણા લોકો પરેશાન છે. આવા લોકો માટે નૃત્ય કરવું ફાયદાકારક છે. જો આપણે એમ કહીએ કે ડાન્સ એ એક પ્રકારની થેરાપી છે, તો તે ખોટું નહીં હોય, કારણ કે ડાન્સ કરવાથી ઝડપથી કેલરી બર્ન થાય છે. જેથી વજન ઝડપથી ઘટે છે..

5. શરીર ચપળ બને છે
નૃત્ય કરવાથી શરીર ચપળ બને છે. જો તમને ખૂબ જ ઝડપથી થાક લાગવા લાગે છે, તો ડાન્સ તમારા શરીરમાં સ્ટેમિના વધારવામાં મદદરૂપ થશે. આ સાથે સાંધાના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. જ્યારે તમે નિયમિત રીતે ડાન્સ કરો છો, ત્યારે તે શરીરને લચીલું બનાવે છે. 

આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ

અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news