ઈરાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, તમામ 66 મુસાફરોના મોત

ઈરાનનું એક પેસેન્જર વિમાન દેશના જાગરોસની પહાડીઓ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે. 

ઈરાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, તમામ 66 મુસાફરોના મોત

તહેરાન: ઈરાનનું એક પેસેન્જર વિમાન દેશના જાગરોસની પહાડીઓ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે. વિમાનમાં સવાર તમામ 66 મુસાફરોના મોત થયા છે. દેશની ઈમરજન્સી સેવાના પ્રમુખે સ્થાનિક મીડિયાને આજે આ જાણકારી આપી. પીર હુસૈન કૂલીવંદે ફાર્સ સમાચાર એજન્સીને જણાવ્યું કે આ વિમાન સેમીરોમ ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. વિમાનમાં 60થી વધુ મુસાફરો સવાર હતાં. 

મળતી માહિતી મુજબ વિમાન તહેરાનથી યાસૂઝ જઈ રહ્યું હતું. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યાં મુજબ ઈરાનની અસેમન એરલાઈન્સે જણાવ્યું કે તેનું વિમાન દક્ષિણ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને વિમાનમાં સવાર તમામ 66 લોકોના મોત થયા છે. વિમાને તહેરાનના મેહરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભરી હતી. 

અસેમન એરલાઈન્સના પ્રવક્તાએ ઈરાન ટીવી સાથે વાત કરતા જણાવ્યું કે વિમાનમાં એક બાળક સહિત 60 જેટલા મુસાફરો હતાં અને 6 ક્રુ મેમ્બરો હતાં. બે એન્જિનવાળુ આ વિમાન નાના અંતર માટે ઉપયોગમાં લેવાતુ હતું. ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં અડચણો આવી રહી છે. 

— The Associated Press (@AP) February 18, 2018

અધિકારીઓના જણાવ્યાં મુજબ જે સમયે દુર્ઘટના ઘટી તે સમયે આકાશમાં ધુમ્મસ હતું. દુર્ઘટનાના કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે. વિમાન ઉડાણ ભરતા જ રડારથી ગાયબ થઈ ગયું હતું. સેન્ટ્રલ ઈરાનના સેમીરોમ નજીક દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news