મોટો ખુલાસો: 'હની ટ્રેપ' દ્વારા થયું હતું PNB કૌભાંડ, નીરવની પત્ની હતી અસલી માસ્ટરમાઇન્ડ!

11 હજાર કરોડના PNB કૌભાંડ કેસમાં દર બીજા દિવસ એક નવી સચ્ચાઇ સામે આવી રહી છે. હવે દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વિશ્વાસપાત્ર બેંકનો ઉપયોગ કરી અખૂટ ધન કમાવવા અને આ 11 હજાર કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ નીરવ મોદી નહી પરંતુ કોઇ બીજું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવની અમેરિકન પત્ની એમી હતી.

Updated By: Feb 18, 2018, 03:23 PM IST
મોટો ખુલાસો: 'હની ટ્રેપ' દ્વારા થયું હતું PNB કૌભાંડ, નીરવની પત્ની હતી અસલી માસ્ટરમાઇન્ડ!

નવી દિલ્હી: 11 હજાર કરોડના PNB કૌભાંડ કેસમાં દર બીજા દિવસ એક નવી સચ્ચાઇ સામે આવી રહી છે. હવે દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વિશ્વાસપાત્ર બેંકનો ઉપયોગ કરી અખૂટ ધન કમાવવા અને આ 11 હજાર કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ નીરવ મોદી નહી પરંતુ કોઇ બીજું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવની અમેરિકન પત્ની એમી હતી જેણે આ કૌભાંડની જાળ રચી હતી. એટલું જ નહી કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાની સાથે જ નીરવના અમેરિકા ભાગવાના કાવતરા પાછળ પણ એમીનું દિમાગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે બેંકિંગ કૌભાંડ 'હની ટ્રેપ'ના દ્વારા અંજામ આપવામાં આવ્યું છે.

નીરવ નહી તેની પત્ની હતી માસ્ટરમાઇન્ડ
સૂત્રોએ કેટલાક મોડલ્સનો પણ ઉલ્લેખ કર્યો છે કે જેના માધ્યમથી બેંકના ઉચ્ચ અધિકારીઓને કૌભાંડમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ નીરવની પત્ની એમી મોદીના બોલીવુડ કનેક્શનનો પણ ઉલ્લેખ કર્યો છે. તપાસ એજન્સીઓ આ વિશે ગહનતાપૂર્વક તપાસ કરી રહી છે. એ વાતને નકારી ન શકાય કે આ બેંકિંગ કૌભાંડમાં હનીટ્રેપ જેવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રોએ એ વાતનો પણ દાવો કર્યો છે કે હની ટ્રેપમાં નીરવ મોદીની પત્ની એમી મોદીની મોટી ભૂમિકા રહી. તો આ મામલે રાજકીય લડાઇ હવે તેજ થઇ ગઇ છે, રાહુલ ગાંધીએ સીધો હુમલો વડાપ્રધાન નરેંદ્ર મોદી પર કર્યો છે, તો બીજી તરફ ભાજેપ કૌભાંદ માટે UPA સરકારને જવાબદ ગણાવી છે.

રોજ થઇ રહ્યા છે નવા ખુલાસા
તમને જણાવી દઇએ કે 11 હજાર કરોડના બેકિંગ મહાકૌભાંડમાં પ્રથમ ત્રણ ધરપકડ થઇ ગઇ છે અને દરરોજ નવા રહસ્યો ખૂલે છે. પરંતુ ઝી ન્યૂઝ તમને બતાવવા જઇ રહ્યું છે કે કૌભાંડમાં કેવી રીતે મોડલ્સે હની ટ્રેપ બનાવીને ઉપયોગ કરવામાં આવ્યો. સીબીઆઇના સૂત્રોના અનુસાર આ કૌભાંડમાં નીરવ મોદીની અમેરિકન પત્ની એમી મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.

1 વર્ષ પહેલાં છપાઇ ગયું હતું 'PNB મહાકૌંભાંડ' પર પુસ્તક, ખૂલ્યું હતું નીરવ અને મેહુલ ચોક્સીનું નામ!

હનીટ્રેપની કો ઓર્ડિનેટર પણ હતી એમી મોદી
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ નેશનલ બેંકના કેટલાક કર્મચારીઓએ પોતાની સાથે આ કૌભાંડમાં સામેલ કરવા માટે નીરવ મોદીએ એમી મોદીની મદદ વડે હની ટ્રેપનો ઉપયોગ કર્યો હતો. તેના માટે કેટલાક બેંક અધિકારીઓને બોલીવુડની કેટલીક મોડલ્સના માધ્યમથી હની ટ્રેપ કરવામાં આવી હતી. આ મોડલ્સને હનીટ્રેપ માટે કો ઓર્ડિનેટ કરવાનું કામ એમી મોદીનું જ હતું જે નીરવ મોદી અને બોલીવુડ વચ્ચે એક કડીનું કામ કરી રહી હતી.

મોટો પ્રશ્ન- શું હનીટ્રેપના માધ્યમથી રોકવામાં આવતા હતા ટ્રાંસફર
આ મામલા સાથે જોડાયેલી મોટી જાણકારી એ છે કે પીએનબીની બ્રૈડી ફોર્ડ બ્રાંચ જે પૂર્વ ડે.મેનેજર ગોકુલનાથ શેટ્ટીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે 2013માં તેની બદલી આ બ્રાંચમાંથી કરવાની હતી જેને અટકાવી દેવામાં આવી. અને 2015માં પાંચ વર્ષ પુરા થતાં પણ તેની ટ્રાંસફર બ્રાંચમાંથી કરવામાં ન અવી. સીબીઆઇ હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે કોના ઇશારા પર શેટ્ટીની ટ્રાંસફર અટકાવી દેવામાં આવી. સવાલ એ નથી કે ગોકુલનાથ શેટ્ટીની ટ્રાંસફરને અટકાવવામાં પન મોડલ્સ અને હનીટ્રેપનો ઉપયોગ થયો હતો? શું બેંકના મોટા અધિકારીઓને હનીટ્રેપના માધ્યમથી ફસાવી ટ્રાંસફર-પોસ્ટિંગ અટકાવવામાં આવી? શું કૌભાંદ માટે પસંદગીના અધિકારીઓને એક જ બ્રાંચમાં જાણી જોઇને રાખવામાં આવ્યા?

તપાસ એજન્સીને વધુ શંકા
તપાસ એજન્સીને એ વાતની પણ શંકા છે કે નીરવ મોદી આ કૌભાંડની સ્ક્રિપ્ટ એમી મોદીએ જ લખી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇને એ વતની જાણકારી મળી છે કે કૌભાંડને અંજામ આપ્યા બાદ દેશ છોડીને અમેરિકા ભાગવાનો પ્લાન પણ નીરવ મોદીની પત્ની એમી મોદીનો જ હતો.

શેટ્ટીએ પણ કર્યો મોટો ખુલાસો
તમને જણાવી દ ઇએ કે નીરવ મોદીના 3 મદદગારો પર CBI સંકજો કસવા જઇ રહી છે. હાજરી બાદ ત્રણેય આરોપીઓને કોર્ટે પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પૂછપરછમાં PNBના પૂર્વ ડે. મેનેજર ગોકુલ શેટ્ટીએ એક મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ સમગ્ર મામલો પીએનબીના મોટા અધિકારીઓની જાણકારીમાં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શેટ્ટી પર બિઝનેસમેન નીરવ મોદીને ગેરન્ટી વિના લોન આપવાનો આરોપ છે.

શું છે પીએનબી કૌભાંડ
દેશના બેંકિગ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડમાં એક પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સી વિરૂદ્ધ સીબીઆઇ દ્વારા ફરિયાદ બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી આ કૌભાંડના મુખ્ય આરોપીઓ છે અને તેને જોતાં પકડવા માટે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી  છે. વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ પર સસ્પેંડ કરી દીધો છે અને તેમના વિદેશના આઉટ્સલેટ પર પણ વેપાર ન કરવાનો આદેશ આપી દીધો છે.