કિમ જોંગે ડોનાલ્ડ ટ્રંપને મળીને જે પ્રાપ્ત કર્યું તે એમના 'બાપ-દાદા'ને પણ નથી મળ્યું

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને સિંગાપુરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોરિયાઇ પ્રાયદ્રીપમાં થયેલા સંઘર્ષ બાદ અસ્તિત્વમાં આવેલા ઉત્તર કોરિયાના કોઇ શાસકની અમેરિકન રાષ્ટ્રપતિ સાથે આ પ્રથમ મુલાકાત છે.

કિમ જોંગે ડોનાલ્ડ ટ્રંપને મળીને જે પ્રાપ્ત કર્યું તે એમના 'બાપ-દાદા'ને પણ નથી મળ્યું

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને સિંગાપુરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોરિયાઇ પ્રાયદ્રીપમાં થયેલા સંઘર્ષ બાદ અસ્તિત્વમાં આવેલા ઉત્તર કોરિયાના કોઇ શાસકની અમેરિકન રાષ્ટ્રપતિ સાથે આ પ્રથમ મુલાકાત છે. આ પહેલાં કોઇ અમેરિકન રાષ્ટ્રપતિની પણ મુલાકાત ઉત્તર કોઇરિયાઇ શાસક સાથે થઇ નથી. આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે કોમ્યુનિસ્ટ દેશ ઉત્તર કોરિયાની પૂંજીવાદી તથા લોકતાંત્રિક દેશ અમેરિકા સાથે થઇ રહી છે.

શીત યુદ્ધનો દૌર
આ વિચારધારાત્મક અંતરના લીધે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે બે ધ્રુવીય વિશ્વની વચ્ચે લગભગ 50 વર્ષો સુધી શીત યુદ્ધ થયું અને 1991માં સોવિયત સંઘના વિઘટન સાથે તેનો ખાત્મો થયો. પરંતુ આ દૌરની ચપેટમાં આવેલા બે કોમ્યુનિસ્ટ દેશ ઉત્તર કોરિયા અને ક્યૂબા તેનાથી હજૂ પણ અછૂત રહ્યા હતા. તે પણ આ યુગની માનસિકતામાં જીવી રહ્યા હતા અને પૂંજીવાદી અમેરિકાને નંબર 1 દુશ્મન ગણી રહ્યા હતા. 

જોકે થોડા સમય પહેલાં બરાક ઓબામાના દૌરમાં ક્યૂબામાં કેટલીક હદે આ માનસિકતાથી તે સમય આવ્યો જ્યારે 60 વર્ષ બાદ ત્યાં અમેરિકાએ વાણિજ્ય દૂતાવાસ ખોલ્યું. જોકે હજુ પણ ક્યૂબા દુનિયાની મુખ્યધારામાં સામેલ થઇ શક્યું નથી.
kim jong un and donald trump

કિમ જોંગ-ઇલ (1941-2011)
આ પૃષ્ઠભૂમિમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત મહત્વપૂર્ણ છે. આમ એટલા માટે કારણ કે ભલે ઉત્તર કોરિયાઇ શાસકોની ત્રીજી પેઢી સત્તા પર બિરાજમાન છે પરંતુ આ પહેલાં કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ-ઇલ અને દાદા કિમ ઇલ-સુંગ (1912-94)ની ત્યારના રાષ્ટ્ર પ્રમુખો સાથે મુલાકાત ન થઇ. જોકે એવું નથી કે પ્રયત્નો કર્યા ન હતા. કિમ જોંગ-ઇલના દૌરમાં ઉત્તર કોરિયાએ ઘણા મહત્વપૂર્ણ પરીક્ષણ કર્યા અને પરમાણુ પરિક્ષણના પ્રયત્નો કર્યા. પરિણામ સ્વરૂપ તે સંયુક્ત રાષ્ટ્રે ઘણા પ્રતિબંધ લગાવ્યા. અમેરિકાએ આ અભિયાનનું નેતૃત્વ કર્યું. આ આર્થિક પ્રતિબંધોનું ઉત્તર કોરિયાના જનજીવન પર ઉંડી અસર પડી. આ પડકારનો સામનો કરવા માટે કિમ જોંગ-ઇલે રૂસ અને ચીન જેવા પોતાના મિત્રોની મદદ તો લીધી પરંતુ અમેરિકા પાસેથી કંઇ પ્રાપ્ત ન થયું.
bill clinton and kim jong il

2009માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનનો તત્કાલિન ઉત્તર કોરિયાઇ નેતા કિમ જોંગ-ઇલ સાથે મુલાકાત કરી. (ફાઇલ ફોટો)

જોકે આ કડીમાં 2009માં તેમની મુલાકાત પૂર્વે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન સાથે તે સમયે થઇ જ્યારે તે ઉત્તર કોરિયા ગયા હતા. તે એક સામાન્ય નાગરિકના રૂપમાં ત્યાં ગયા હતા, જોકે તે સમયે તેમની પત્ની હિલેરી ક્લિંતન અમેરિકાની વિદેશ મંત્રી હતી. જોકે ઉત્તર કોરિયાએ અમેરિકાના બે પત્રકારોને પોતાના ત્યાં બંધી બનાવી દીધા હતા. તેમની મુક્તિ માટે બિલ ક્લિંટન ગયા હતા. આ કડીમાં તેમની મુલાકાત જોંગ-ઇલ સાથે થઇ. આ મુલાકાતનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો. આ ફોટામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હસવાની ના પાડી હતી. તેમણે પોતાના સહયોગીઓ સાથે પણ આમ કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે આ યાત્રાનું પરિણામ એ નિકળ્યું કે અમેરિકન પત્રકારોને છોડી મુકવામાં આવ્યા.
jimmy carter and kim il-sung

1994માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર (ડાબેથી ત્રીજા)ની મુલાકાત ઇલ-શુંગ (ડાબેથી ચોથા) સાથે થઇ. (ફાઇલ ફોટો)

કિમ ઇલ-સુંગ (1912-94)
આ પ્રકારે અમેરિકાના એક અન્ય પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ઉત્તર કોરિયાના સંસ્થાપક શાસક કિમ ઇલ-શુંગના દૌરમાં 1994માં ત્યાં ગયા હતા અને તેમની મુલાકાત થઇ હતી. આ મુલાકાતના થોડા અઠવાડિયા બાદ જ કિમ ઇલ-શુંગનું નિધન થઇ ગયું હતું. 

આ કડીમાં કિમ જોંગ-ઉન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતનો હસતો ફોટો દર્શાવે છે કે બંને દેશોના સંબંધો પર જામેલો બરફ પિગળતો દેખાઇ રહ્યો છે. તેનું પરિણામ શું નિકળશે, તે આગામી સમય જ બતાવશે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news