ડોનાલ્ડ ટ્રંપ

ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)એ ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરતા 16 જૂનથી અમેરિકામાં ચાઈનીઝ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.

Jun 3, 2020, 10:13 PM IST

ભારત અને ચીન વચ્ચે બોર્ડર વિવાદ, ટ્રંપે કહ્યું- અમેરિકા મધ્યસ્થતા માટે તૈયાર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદ વચ્ચે અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી કહ્યું કે, જો ભારત અને ચીન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે ભારત અને ચીન બંનેને જાણકારી આપી છે કે, અમેરીકા તેમની વચ્ચે સ્થિત બોર્ડર વિવાદ માટે મધ્યસ્થ બનવા ઈચ્છુક પણ છે અને તેને પૂર્ણ કરવા સક્ષમ પણ છે.

May 27, 2020, 05:58 PM IST

ડોનાલ્ડ ટ્રંપે કહ્યું- અમેરિકનોને પ્રાર્થનાની જરૂરીયાત, હું ઈચ્છું છું કે તમામ પ્રાર્થના સ્થળ ખોલવામં આવે

કોરોના વાયરસ (Coronavirus)ની ગતીને નિયંત્રિત કરવામાં અત્યાર સુધી અસફળ સાબિત થતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ને લાગે છે કે, પ્રાર્થનાની શક્તિથી તેઓ જંગને જીતી શકે છે. કદાચ આ કારણ છે કે, તેમણે તમામ રાજ્યોના ગવર્નરોને ટુંક સમયમાં પ્રાર્થના સ્થળ ખોલવાનું કહ્યું છે. ટ્રંપે વ્હાઇટ હાઉસમાં આયોજિત એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે હું બધા ચર્ચો, સભાસ્થાનો અને મસ્જિદોને મહત્વપૂર્ણ સ્થળો તરીકે ઓળખું છું, જે તાત્કાલિક સેવાઓ પ્રદાન કરે છે.

May 23, 2020, 06:54 PM IST

PM મોદીએ ટ્રંપનો માન્યો આભાર, કહ્યું- દુનિયાને Covid-19થી મુક્ત કરવા સાથે કામ કરવું જરૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ને તેમની તે ટિપ્પણી માટે આભાર માન્યો જેમાં તેમણે ભારતને 'સારો મિત્ર' ગણાવ્યો. ટ્રંપે કહ્યું કે, અમેરિકા કોરોના વાયરસ સામેની લડતમાં મદદ માટે ભારતને મોટી સંખ્યામાં વેન્ટિલેટર આપશે.

May 16, 2020, 06:37 PM IST
Government Calculates Donald Trump Visit Ahmedabad Costs PT3M45S

ડોનાલ્ડ ટ્રંપના પ્રવાસના ખર્ચનો સરકારે આપ્યો હિસાબ

અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રંપના ગુજરાત પ્રવાસના ખર્ચ ઉપર પ્રથમવાર મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી. અમેરિકાના પ્રમુખના ગુજરાત સ્વાગતમાં રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયાની મંજૂરી કરી હતી. જ્યારે અમદાવાદ કોર્પોરેશન તરફથી સાડા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

Feb 28, 2020, 06:10 PM IST
PM Modi and President Donald Trump give a joint statement at Hyderabad House delhi watch video PT16M54S

હૈદરાબાદ હાઉસથી PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું જોઈન્ટ સ્ટેટમેન્ટ, જાણો વિગતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે બેઠકમાં જે વાત પર સૌની નજર હતી તે હતી સંરક્ષણ ડીલ. આખરે લાંબી વાતચીત અને ભાવતાલ બાદ ટ્રમ્પે આજે બંને દેશો વચ્ચે 3 અબજ ડોલરની સંરક્ષણ ડીલની જાહેરાત કરી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક બાદ હૈદરાબાદ હાઉસમાં જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું.

Feb 25, 2020, 02:50 PM IST
Donald trump India visit second day debate on zee 24 kalak watch video PT1H2M58S

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ: કાલે દિલથી વાત આજે ડીલની વાત, જુઓ ઝી 24 કલાક પર મહાચર્ચા

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ સવારે રાષ્ટ્રપતિ ભવન ગયા હતાં જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું અને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ત્યારબાદ તેઓ ગાંધીજીની સમાધિ રાજઘાટ ગયા અને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી. હવે તેઓ પીએમ મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં છે.

Feb 25, 2020, 02:25 PM IST
donald trump reaches Hyderabad house watch video on zee 24 kalak PT3M51S

રાષ્ટ્રપતિ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસ પહોંચ્યા, પીએમ મોદીએ કર્યું સ્વાગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ હૈદરાબાદ હાઉસ પહોંચ્યાં. જ્યાં તેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું.

Feb 25, 2020, 12:00 PM IST
Donald Trump First Lady Melania Trump reach Rajghat pay homage to Mahatma Gandhi watch video on zee 24 kalak PT7M31S

ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ પહોંચ્યાં, મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પીએમ મોદી પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતાં. રાષ્ટ્રપતિ ભવનથી તેઓ રાજઘાટ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

Feb 25, 2020, 11:30 AM IST
US president donald trump recieives ceremonial reception at the rashtrapati bhavan watch video PT21M46S

ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પીએમ મોદી પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતાં.

Feb 25, 2020, 10:55 AM IST

ભારત-અમેરિકા સંબંધો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, રક્ષા ક્ષેત્રમાં મોટી ડીલની સંભાવના

અમેરિકા-ભારત સંબંધોની દ્વષ્ટિએ આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ઘણા કરાર પર મોહર લાગી શકે છે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. 

Feb 25, 2020, 10:16 AM IST

LIVE: પીએમ મોદીએ કહ્યું- ટ્રમ્પ સાથે મારી 5મી મુલાકાત છે, તેમના આવવાથી મને ખુશી થઇ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર છે. આજે તેમના ભારત પ્રવાસનો બીજો દિવસ છે. આજે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વિસ્તૃત વાત થશે અને ઘણા કરારો પર મોહર લગાવ્યા બાદ બંને નેતાઓ સાથે પત્રકાર પરિષદ કરશે. 

Feb 25, 2020, 10:05 AM IST
Donald Trump minute to minute programme 25 february 2020 watch video on zee 24 kalak PT13M23S

કાલે દિલથી વાત, આજે ડીલની વાત, જાણો રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આજનો કાર્યક્રમ

ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અને આગરાનો તાજ મહેલ જોયા પછી હવે આજે ભારત સાથે 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ કરશે અમેરિકા. અત્યાધુનિક અમેરિકન હેલિકોપ્ટરથી ભારતની રક્ષાશક્તિમાં થશે સૌથી મોટો વધારો.

Feb 25, 2020, 09:10 AM IST

શાહરૂખની DDLJ અને અમિતાભ બચ્ચનની 'શોલે'ના દિવાના છે USના રાષ્ટ્રપતિ? જાણો બોલીવુડ શું પર બોલ્યા

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પહોંચેલા યૂએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં ભારતીય સિનેમાની જોરદાર પ્રશંસા કરી. બોલીવુડને તેમણે તેમણે ભરપૂર મનોરંજક ગણાવ્યું. અમિતાભ બચ્ચની ફિલ્મ શોલે (Sholay) અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં (DDLJ)એ ટ્રંપએ ક્લાસિક ફિલ્મોની શ્રેણીમાં રાખી અને બોલીવુડ ફિલ્મોની પ્રશંસા કરી. 

Feb 24, 2020, 06:57 PM IST

હરતુ-ફરતું 'વ્હાઇટ હાઉસ' છે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, જાણો શું છે ખાસિયત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. એવામાં તેમની સુરક્ષા પણ ચાંપતી છે, પછી તે હવામાં હોય કે જમીન પર. જમીન પર તે બીસ્ટમાં સવાર થાય છે, તો બીજી તરફ હવાઇ યાત્રા માટે એરફોર્સ વનનો ઉપયોગ કરે છે. તેને હરતુ ફરતું વ્હાઇટ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. 

Feb 24, 2020, 05:21 PM IST

ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ફિલ્મોની પણ ખુબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ ડીડીએલજેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
 

Feb 24, 2020, 03:14 PM IST

પાકિસ્તાનના આતંક પર બોલ્યા ટ્રમ્પ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું મોટેરા

નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે કટ્ટર ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ જંગમાં ભારતની સાથે છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા બંન્ને જ પોતાના નાગરિકોને ઇસ્લામિક આતંકવાદથી બચાવી રહ્યાં છે. 
 

Feb 24, 2020, 03:04 PM IST

નમસ્તે ટ્રમ્પ: ડોનાલ્ડ ટ્રંપે લીધી ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ચરખો કાંતી લખ્યો મેસેજ

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું કે, અમારા મહાન મિત્ર વડાપ્રધાન મોદીને આ ખાસ મુલાકાત કરાવવા બદલ આભાર. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થઈ ગયો હતો.

Feb 24, 2020, 01:38 PM IST

નમસ્તે ટ્રમ્પ: રોડ શોમાં માત્ર સીએમના કાફલાની હાજરી, વિજય રૂપાણી રહ્યા ગેરહાજર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નરનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો હતો અને વિઝીટર બુકમાં સંદેશો આપ્યો હતો.  

Feb 24, 2020, 01:10 PM IST

PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત બાદ થઇ શકે છે આ 5 મહત્વપૂર્ણ કરાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ભારત યાત્રા બંને દેશો વચ્ચે નવા કરારને લઇને ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. મળતી માહિતી મુજબ આતંકવાદ વિરૂદ્ધ મળીને લડવા પર ભારત અને અમેરિકા કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. 

Feb 24, 2020, 12:33 PM IST