Kim Jong-Un News: કિમ જોંગ ઉન ફરી બીમાર? નબળું શરીર અને ઉદાસ ચહેરો જોઈને ટેન્શનમાં ઉત્તર કોરિયા

કિમ જોંગ થોડા દિવસ પહેલા પોતાના પિતા કિમ જોં-ઇલના મૃત્યુની 10મી પુણ્યતિથિ મનાવવા માટે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેું આયોજન રાજધાની પ્યોંગયાંગના કુમસુસાન પેલેસની બહાર કરવામાં આવ્યું હતું.

Kim Jong-Un News: કિમ જોંગ ઉન ફરી બીમાર? નબળું શરીર અને ઉદાસ ચહેરો જોઈને ટેન્શનમાં ઉત્તર કોરિયા

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની તબીયતને લઈને એકવાર ફરી સવાલ ઉઠી રહ્યાં છે. થોડા દિવસ પહેલા જાહેર રૂપથી નજર આવેલા કિમ જોંગ ઉન ખુબ નબળા અને દુખી જોવા મળી રહ્યા હતા. તેની પહેલા પણ તેમના મોતની અફવા ઉડી ચુકી છે. તેમની નવી તસવીરોને જોઈને ઉત્તર કોરિયાના નાગરિક પણ ચિંતામાં છે. આ વચ્ચે દક્ષિણ કોરિયન મીડિયાએ દાવો કર્યો છે કે દેશના વહીવટી કાર્યોમાં ભાગીદારી વધારવા માટે કિમ જોંગે પોતાના બહેન કિમ યો જોંગનું પ્રમોશન પણ કર્યું છે. 

પિતાની પુણ્યતિથિ પર પ્યોંગયાંગમાં દેખાયા
કિમ જોંગ થોડા દિવસ પહેલા પોતાના પિતા કિમ જોં-ઇલના મૃત્યુની 10મી પુણ્યતિથિ મનાવવા માટે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેું આયોજન રાજધાની પ્યોંગયાંગના કુમસુસાન પેલેસની બહાર કરવામાં આવ્યું હતું. ધ સનના રિપોર્ટ પ્રમાણે 37 વર્ષીય કિમ મંચ પર લાગેલા પોતાના પિતાના એક મોટા ચિત્રની સામે માથુ ઝુકાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં સામેલ થવા માટે હજારો લોકોની ભીડ પણ પહોંચી હતી. 

છેલ્લા બે મહિનામાં બે વખત જોવા મળ્યા
આ પહેલા કિમ જોંગ ઉન નવેમ્બરમાં દેશના ઉત્તરમાં એક મોડલ શહેરનો પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. આ પહેલા તેમને ઓક્ટોબરની શરૂઆતમાં કિમ જોંગ ઉનને સાઇલ અને હથિયારોના એક્સપોમાં જોવામાં આવ્યા હતા. મહિનામાં એકવાર ઉપસ્થિત થયા બાદ લાંબા સમય સુધી જાહેર જીવનથી દૂર રહેવાને કારણે કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને સવાલ ઉઠતા રહ્યા છે. 

લોકોની સાંત્વના મેળવવાનો પ્રયાસ તો નથીને?
ઉત્તર કોરિયાના જાણકારોનું કહેવું છે કે સરકારી ટીવી દ્વારા આ રીતે કિમના સ્વાસ્થ્ય પર ચર્ચા કરવી એક પીઆર એક્સરસાઇઝ છે. તેમની તબીયત વિશે દુનિયાને જણાવીને શાસક ઈચ્છે છે તે સાંત્વના પણ મેળવવામાં આવે અને લોકોને જણાવવામાં આવે કે આવી સ્થિતિમાં પણ કિમ જોંગ તેમના માટે કામ કરી રહ્યા છે. 

કિમ જોંગની સ્થિતિ જોઈને ઉત્તર કોરિયાના નાગરિક દુખી
થોડા મહિના પહેલા સરકારી KCTV એ એક સામાન્ય નાગરિકના હવાલાથી દાવો કર્યો કે, દેશમાં લોકો કિમની સ્થિતિ જોઈને તૂટી ગયા છે. ઉત્તર કોરિયામાં આર્થિક સ્થિતિ પહેલાથી ખરાબ છે અને કોરોના વાયરસને કારણે દેશ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ભોજનનું સંકટ પણ પેદા થઈ ગયં છે અને સરહદ સાથે જોડાયેલા નિયમોને કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. 

સ્ટેટ અફેર કમીશનની ચીફ બની કિમ જોંગની બહેન
કિમ યો જોંગને હવે ઉત્તર કોરિયાની સ્ટેટ અફેયર્સ કમીશનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. દેશની રબર સ્ટેમ્પ સંસદ સુપ્રીમ પીપુલ્સ એસેમ્બલીએ પણ તેમની નિમણૂંકને મંજૂરી આપી છે. થોડા દિવસ પહેલા આ પંચના નવ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news