સરકારની મીઠી નજર હેઠળ ગાંધીનગર પોલીસ ગેરવર્તણુંક પર ઉતરી આવી? મીડિયા કર્મચારી સાથે ગેરવર્તણુંક

રાજ્યમાં 12 ડિસેમ્બરે આયોજીત હેડક્લાર્કના પેપર ફુટવા મુદ્દે હાલ રાજનીતિ ભારે ગરમાઇ ચુકી છે. જેનો સરકારે પણ સ્વિકાર કર્યો છે. ત્યારે આ પેપરલીક કાંડ મુદ્દે આપના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરીને ભાજપને ઘેરવાની રણનીતિ સાથે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે બળપ્રયોગ કરતા ગોપાલ ઇટાલીયાને કરોડરજ્જુ અને પીઠના ભાગે ઇજાઓ પહોંચી હતી. તો બીજી તરફ ઇસુદાન ગઢવી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થતા તેને સિવિલ હોસ્પિટલ ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. 

સરકારની મીઠી નજર હેઠળ ગાંધીનગર પોલીસ ગેરવર્તણુંક પર ઉતરી આવી? મીડિયા કર્મચારી સાથે ગેરવર્તણુંક

ગાંધીનગર : રાજ્યમાં 12 ડિસેમ્બરે આયોજીત હેડક્લાર્કના પેપર ફુટવા મુદ્દે હાલ રાજનીતિ ભારે ગરમાઇ ચુકી છે. જેનો સરકારે પણ સ્વિકાર કર્યો છે. ત્યારે આ પેપરલીક કાંડ મુદ્દે આપના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરીને ભાજપને ઘેરવાની રણનીતિ સાથે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે બળપ્રયોગ કરતા ગોપાલ ઇટાલીયાને કરોડરજ્જુ અને પીઠના ભાગે ઇજાઓ પહોંચી હતી. તો બીજી તરફ ઇસુદાન ગઢવી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થતા તેને સિવિલ હોસ્પિટલ ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. 

જ્યાં કવરેજ કરવા માટે પહોંચેલા વિવિધ સંસ્થાઓના મીડિયા કર્મચારી સાથે પોલીસ દ્વારા લુખ્ખાગીરી કરવામાં આવી હતી. મીડિયા કર્મચારીઓ સાથે પહેલા શાબ્દિક ટપાટપી બાદ પોતાની સાહેબ ગીરી અને તુમાખી દર્શાવતા પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓને પોલીસ વાનમાં ઠુસી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આપના કાર્યકર્તાઓ પર લુખ્ખાગીરી કરીને નહી થાકેલી પોલીસની ટીમોએ આખરે પોતાનો ગુસ્સો મીડિયા કર્મચારીઓ પર ઠાલવ્યો હતો. મહીલા કર્મચારીઓએ પત્રકારો સાથે દાદાગીરીનો પ્રયાસ કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આપનો આક્ષેપ છે કે પોલીસે કમલમ ખાતે પણ એક તરફી કાર્યવાહી કરતા લુખ્ખાગીરી કરી હતી. ગાંધીનગર પોલીસે આપના કાર્યકરો સાથે લુખ્ખાગીરી કરીને તેમને દોડાવી દોડાવીને માર માર્યા ઉપરાંત મહિલાઓ સાથે પણ ગેરવર્તણુંક કરી હતી. સત્તાના મદમાં આંધળી થયેલી ગાંધીનગર પોલીસે આપ સાથે ગેરવર્તણુંક કરીને નહી થાકતા મીડિયા સાથે પણ ગેરવર્તણુંક કરી હતી. ગુજરાત પોલીસને સરકાર દ્વારા જાણે લુખ્ખાગીરીની જવાબદારી સોંપી હોય તેમ લુખ્ખાગીરી પર ઉતરી આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news