24 વર્ષની કાઈલી જેનરે બનાવ્યો રેકોર્ડ, ઈન્સ્ટાગ્રામ પર બની 300 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પહેલી મહિલા

યંગ બિઝનેસ પર્સન અને રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરે સોશિયલ મીડિયા પર મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કાઈલી જેનર ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારી પહેલી મહિલા બની ગઈ છે.

24 વર્ષની કાઈલી જેનરે બનાવ્યો રેકોર્ડ, ઈન્સ્ટાગ્રામ પર બની 300 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પહેલી મહિલા

કેલિફોર્નિયા: યંગ બિઝનેસ પર્સન અને રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરે સોશિયલ મીડિયા પર મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કાઈલી જેનર ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારી પહેલી મહિલા બની ગઈ છે. જી હા, કાઈલી જેનરને ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે.

ત્રીજી મોટી પર્સનાલિટી બની ગઈ
300 મિલિયન ફોલોઅર્સ સાથે કાઈલી જેનર ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો કરવામાં આવતી ત્રીજી પર્સનાલિટી બની ગઈ છે. પહેલા નંબર પર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોતે છે. જેના 460 મિલિયન ફોલોઅર્સ છે. બીજા નંબર પર પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. જેને 389 મિલિયન લોકો ફોલો કરે છે. કાઈલી જેનર પછી ફૂટબોલર લિયોનલ મેસ્સીના 300 મિલિયન ફોલોઅર્સ અને અભિનેતા ડ્વેન જોન્સનના 289 મિલિયન ફોલોઅર્સ છે. કાઈલી જેનર પછી સૌથી વધારે ફોલો કરવામાં આવતી મહિલા પોપ સિંગર એરિયાના ગ્રાન્ડે છે. આ સિવાય કિમ કાર્દાશિયનના પણ ઈન્સ્ટાગ્રામ પર 278 મિલિયન ફોલોઅર્સ છે.

Image preview

ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે કાઈલી જેનર
કાઈલી જેનર સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. આ પ્લેટફોર્મ દ્વારા તે પોતાના કોસ્મેટિક બિઝનેસ કાઈલી કોસ્મેટિક્સનું પ્રમોશન પણ કરે છે. જોકે ઘણા સમયથી કાઈલી જેનર સોશિયલ મીડિયા પર લો-પ્રોફાઈલ રહે છે. તેનું મોટું કારણ કાઈલી જેનરની બીજી પ્રેગનન્સી છે. 24 વર્ષની કાઈલી જેનર પોતાના બીજા બાળકની માતા બનવાની છે. આ બાળક તેના પાર્ટનર ટ્રેવિસ સ્કોટનું છે. ટ્રેવિસના કારણે તે એક પુત્રીની માતા પણ છે. તેનું નામ સ્ટોર્મી વેબસ્ટર છે.

Image preview

દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી સેલિબ્રિટી
કાઈલી જેનર કાર્દાશિયન-જેનર પરિવારની સૌથી નાની અને સૌથી અમીર સભ્ય છે. સાથે જ કાઈલી પરિવારની સૌથી જાણીતી સભ્ય પણ છે. તેની મોટી બહેન કિમ કાર્દાશિયન છે. જેને રિયાલિટી ટીવી, બિઝનેસ અને સોશિયલ મીડિયાની દુનિયામાં સારી રીતે ઓળખવામાં આવે છે. માત્ર 24 વર્ષની ઉંમરમાં કાઈલી જેનરે અનેક બિઝનેસ શરૂ કર્યા છે. તેમાં કાઈલી કોસ્મેટિક્સ, કાઈલી સ્કીન, કાઈલી સ્વિમ અને હાલમાં જ લોન્ચ થયેલ કાઈલી બેબી પણ છે. એટલું જ નહીં કાઈલી જેનર દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી સેલિબ્રિટી પણ છે.

Image preview

ફોર્બ્સની 2020માં આવેલી સૌથી વધારે કમાણી કરનારી સેલેબ્સની યાદીમાં કાઈલી જેનર ટોપમાં હતી. 2021માં ફોર્બ્સની 100 રિચેસ્ટ સેલ્ફ મેડ વિમેન લિસ્ટમાં જગ્યા મેળવનારી કાઈલી જેનર સૌથી યંગ હતી. કાઈલી જેનરની નેટ વર્થ 700 મિલિયન ડોલર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news