ચંદ્ર પર વેચાઈ રહી છે જમીન, જાણો ભારતીયો કેવી રીતે ખરીદી શકે, 3000 રૂપિયામાં કેટલી મળે તે જાણો
Luna Society International અને International Lunar Lands Registry જેવી કંપનીઓ ચંદ્ર પર જમીન વેચી રહી છે. ચંદ્ર પર જમીનની ખરીદી કરવામાં કેટલા રૂપિયા તમારે ખર્ચ કરવા પડે તે ખાસ જાણો.
Trending Photos
ભારતે જ્યારથી પોતાનું ચંદ્રયાન 3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરાવ્યું છે ત્યારથી ભારતીયોમાં ચંદ્ર અંગે ક્રેઝ વધી ગયો છે. આ સાથે જ ચંદ્ર પર જે રીતે નવી નવી શોધ થઈ રહી છે તેનાથી એ શક્યતા વધી ગઈ છે કે ભવિષ્યમાં જો બધુ ઠીક રહ્યું તો ત્યાં જીવનની શોધ થઈ શકે છે. જો કે ચંદ્ર પર જમીન વેચવાનું કામ ચંદ્રયાનના લેન્ડ થતા પહેલેથી થઈ રહ્યું છે. આજે અમે તમને આ અંગે જણાવીશું. અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે ભારતીયો ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદી શકે છે અને તેના માટે તેમણે કેટલી કિંમત ચૂકવવી પડશે.
કોણ વેચી રહ્યું છે જમીન?
ચંદ્ર પર જમીન વેચવાની વાત કરીએ તો હાલ દુનિયામાં બે એવી કંપનીઓ છે જે ચંદ્ર પર જમીન વેચી રહી છે. જેમાંથી પહેલી છે Luna Society International અને બીજી છે International Lunar Lands Registry. આ બંને કંપનીઓ દુનિયાભરના લોકોને ચંદ્ર પર જમીન વેચી રહી છે. સૌથી મોટી વાત એ છે કે ભારતીયો પણ ચંદ્ર પર જમીન ખરીદી રહ્યા છે. વર્ષ 2002માં હૈદરાબાદના રાજીવ બાગડી અને વર્ષ 2006માં બેંગ્લુરુના લલિત મહેતાએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. આ સાથે જ બોલીવુડના કિંગ ખાન પાસે પણ ચંદ્ર પર જમીન છે. જો કે આ જમીન તેમણે ખરીદી નથી પરંતુ એક ફેને ગિફ્ટ કરી છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી હતી. તેમણે ચંદ્ર પર 'સી ઓફ મસકોવી' એરિયામાં જમીન ખરીદી હતી.
શું છે કિંમત?
Luna Society International અને International Lunar Lands Registry જેવી કંપનીઓ ચંદ્ર પર ખુબ જમીન વેચી રહી છે. અહીં એક એકર જમીનની કિંમત 37.50 અમેરિકી ડોલર છે. એટલે કે 3075 રૂપિયામાં તમને ચંદ્ર પર એક એકર જમીન મળી જશે. વિચારો તો...કેટલી સસ્તી છે. ધરતી પર તો આટલા રૂપિયામાં તમે એક ફોન પણ નહીં ખરીદી શકો.
કેવી રીતે ખરીદી શકાય
ચંદ્ર પર જમીન કોઈ પણ ખરીદી શકે છે. Luna Society International અને International Lunar Lands Registry કંપનીઓ ચંદ્ર પર ઓનલાઈન જમીન વેચી રહી છે. જો તમે ચંદ્ર પર જમીન ખરીદવા માંગતા હોવ તો તેના માટે તેમની વેબસાઈટ પર જાઓ. અહીં જઈને તમે તમારી જાતને રજિસ્ટર કરો અને એક નિર્ધારિત અમાઉન્ટ આપીને તમે જમીન ખરીદી શકો છો. ભારતીયો પણ આ જ પ્રોસેસથી ચંદ્ર પર જમીન ખરીદી શકે છે.
આ પહેલું પણ જાણવો જરૂરી
જો કે 1967ની આઉટર સ્પેસ ટ્રિટી મુજબ ચંદ્ર પર જમીન ઉપર કોઈ એક દેશનો એકાધિકાર નથી અને તેના પર લગભગ 110 દેશોએ સહી કરી છે. ધરતીની બહારનું બ્રહ્માંડ સમગ્ર માનવજાતિનું છે અને તે માટે કોઈ ગ્રહ કે ઉપગ્રહ વગેરે પર જમીનનો માલિકી હક આ રીતે કોઈને આપી શકાય નહીં. પરંતુ વર્ષોથી આ બે સંસ્થા આ રીતે ચંદ્ર પર જમીન વેચી રહી છે. એવું કહી શકાય કે તેને હજુ કાનૂની માન્યતા મળી નથી પરંતુ ભારતીયો વર્ષોથી ચંદ્ર પર આ રીતે જમીન ખરીદી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે