VIDEO: સિંહનાં શિકારનો વીડિયો વાઇરલ, નબળા હૃદયનાં લોકો ન જુએ

સિંહે પોતાનાં જ માલિક પર હૂમલો કર્યો, માલિકને બચાવવા માટે આખરે સિંહને ગોળી મારવી પડી

VIDEO: સિંહનાં શિકારનો વીડિયો વાઇરલ, નબળા હૃદયનાં લોકો ન જુએ

નવી દિલ્હી : સોશ્યલ મીડિયા પર હાલમાં જ સિંહનાં શિકારનો એક વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. 45 સેકન્ડનાં આ વીડિયોાં તમે જોઇ શકો છો કે એક વ્યક્તિ સિંહનાં પાંજરામાં ઘુસી જાય છે. અચાનક તેની નજર સામે ઉભેલા સિંહ પર પડે છે. ત્યાર બાદ તે પાછો ગેટની તરફ ભાગે છે. સિંહ તેની પાછળ ભાગે છે. જ્યાં સુધીમાં તે ગેટ પાસે પહોંચે તે પહેલા સિંહ તેની નજીક આવી જાય છે. તેનો એક પગ ગેટની બહાર નિકળ્યો, બીજો પગ કાઢવાની તૈયારીમાં જ હતો કે સિંહે તેને કપડી લીધો. સિંહ તેને થોડા સમય માટે ત્યાં જ ઘસડે છે. પછી પોતાનાં જડબામાં દબોચીને તેને ઝાડીઓની પાછળ લઇ જાય છે, ત્યાં હાજર બીજા કર્મચારીઓ તેને બચાવવા માટે ફાયરિંગ કરે છે, ત્યાર બાદ સિંહ તેને છોડીને ભાગી જાય છે. 

— 50|50 human nature (@5050TV) May 2, 2018

મળતી માહિતી અનુસાર આ વીડિયો સાઉથ આફ્રીકાનાં લિંપોપોની એક પ્રાઇવેટ ગેમ રિઝર્વનો છે. જ્યાં આ વ્યક્તિ પર હૂમલો કરવામાં આવ્યો તેનું નામ માઇક હોજ છે. તે પોતે જ પ્રાઇવેટ રિઝર્વનો માલિક છે. મળતી માહિતી અનુસાર માઇક હોજ પોતાનાં રેંજર સાથે સિંહને ખાવાનું આપવા માટે ગયા હતા. તે દરમિયાન તેમને વિચિત્ર વાસ આવતા તેઓ અંદર ઘૂસ્યા હતા. કદાચ તેઓ જોઇ નહોતા શક્યા કે સિંહ સામે જ ઉભો છે, જ્યારે તેમણે સિંહને જોયો ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુક્યું હતું. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં તેમનો જીવ તો બચી ગયો પરંતુ તેમની તબિયત હજી પણ નાજુક છે. હાલ હોસ્પિટલમાં છે. રેંજરનું કહેવું છે કે સિંહનાં વ્યવહારથી તેઓ પરિચિત હતા. તેમને સારી પેઠે ખબર હતી કે સિંહ સાથે કઇ રીતે વ્યવહાર કરવો જોઇએ. માઇકલ હોજને બચાવવા માટે સિંહને ગોળી મારવી પડી હતી. જે સિંહે માઇક પર હૂમલો કર્યો તે શામ્બા નામથી જાણીતો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news