25 વર્ષનો યુવાન બન્યો કેબિનેટ મંત્રી, વિશ્વના સૌથી યુવા મંત્રી તરીકે બનાવી ઓળખ

25 વર્ષની ઉંમરે જ સૈયદ સાદિક સૈયદ અબ્દુલ રહેમાન દેશનો રમતગમત મંત્રી બની ગયો છે, તેને બાળક કડી ચીડાવનારા વિપક્ષી નેતાને પરાજીત કરીને બન્યો મંત્રી

25 વર્ષનો યુવાન બન્યો કેબિનેટ મંત્રી, વિશ્વના સૌથી યુવા મંત્રી તરીકે બનાવી ઓળખ

કુઆલાલંપુર : આ વર્ષે મલેશિયા પોતાનાં ચૂંટણી પરિણામોના મુદ્દે ચર્ચામાં છે. અહીં એકવાર ફરીથી મહાતિર મોહમ્મદની સરકાર બની. 93 વર્ષીય મહાતિર મોહમ્મદ વિશ્વની સૌથી ઉંમરલાયક રાષ્ટ્રાધ્યક્ષ છે. હવે તેમણે પોતાના મંત્રી મંડળમાં એક 25 વર્ષનાં યુવાનનો સ્થાન આપ્યું છે. 25 વર્ષનો સૈયદ સાદિક અબ્દુલ રહેમાન દેશનો રમત ગમત મંત્રી બની ગયો છે. આ સાથે જ તે એશિયાની પણ સૌથી ઓછી ઉંમરમાં કોઇ પણ દેશના કેબિનેટ મંત્રી બનનારો વ્યક્તિ થઇ ચુક્યો છે. તે મલેશિયન યૂનાઇટેડ ઇન્ડીજીનિયર્સ પાર્ટીનો સભ્ય છે. 

સાદિકને આ પોસ્ટ સુધી પહોંચવામાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદની સાથે કામ કરવાનો ફાયદો મળ્યો. તેને ચૂંટણીમાં મલેશિયાની જે સીટ પરથી ચૂંટણી લડવા માટે ઉભો રખાયો હતો તેના વિપક્ષી સભ્યએ તેને બાળક કહીને ચીડવ્યો હતો. જો કે સાદિકે વિનમ્રતા સાથે તેનો જવાબ આપતા તેને થેંક્યુ કહ્યું અને લખ્યું કે, તે હંમેશા બાળક જ રહેવા માંગે છે. 

જ્યારથી તેને કેબિનેટ મંત્રીની પોસ્ટ મળી છે. જ્યારે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય છે. લોકોમાં તેઓ રમતના પ્રત્યે જાગૃતી વધી રહી છે. તેમણે વોટિંગની ઉંમર ઘટાડવામાં પણ મહત્વની ભુમિકા નિભાવી છે. હવે મલેશિયાની રાજનીતિમાં આ યુવા વ્યક્તિને મોટા મોટા નેતાઓ ગંભીરતાથી લેવા લાગ્યા છે. 

પોતાની દિનચર્યાની વાત કરતા સાદિક કહે છે કે, સોમવારથી શુક્રવાર સુધી મારૂ શેડ્યુલ સરકારી કામોથી ભરેલું હોય છે. શુક્રવારની સાંજ હું પુતરાજાયા (મલેશિયાની તાંત્રીક રાજધાની)થી બે કલાકની ડ્રાઇવ દ્વારા મારા ચૂંટણી ક્ષેત્ર મૌર આવી જઉં છું. અહીં લોકોની સમસ્યાઓ સાંભળુ છું અને તેને દુર કરવી મારી પ્રાથમિકતા હોય છે. હું ઘણીવાર ઘણા રોકાણકારોને પણ મારા ક્ષેત્રમાં લાવું છું, જેથી તેઓ અહીં રોકાણ કરે અને મારા ચૂંટણી ક્ષેત્રનો વિકાસ થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news