West Africa: કોરોનાના પ્રકોપ વચ્ચે ખતરનાક Marburg Virus ની એન્ટ્રી, નાક અને ગુપ્તાંગમાંથી નીકળે છે લોહી

કોરોના વાયરસથી હજુ છૂટકારો નથી મળ્યો ત્યાં નવા વાયરસનું જોખમ પેદા થયું છે. પશ્ચિમ આફ્રીકી દેશ ગિની (Guinea) માં ખતરનાક મારબર્ગ વાયરસ (Marburg Virus) નો પહેલો કેસ સામે આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન( World Health Organization) એ આ અંગે પુષ્ટિ પણ કરી છે. 
West Africa: કોરોનાના પ્રકોપ વચ્ચે ખતરનાક Marburg Virus ની એન્ટ્રી, નાક અને ગુપ્તાંગમાંથી નીકળે છે લોહી

જીનેવા: કોરોના વાયરસથી હજુ છૂટકારો નથી મળ્યો ત્યાં નવા વાયરસનું જોખમ પેદા થયું છે. પશ્ચિમ આફ્રીકી દેશ ગિની (Guinea) માં ખતરનાક મારબર્ગ વાયરસ (Marburg Virus) નો પહેલો કેસ સામે આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન( World Health Organization) એ આ અંગે પુષ્ટિ પણ કરી છે. 

કોરોનાથી પણ ખતરનાક છે મારબર્ગ
મારબર્ગ વાયરસને ઈબોલા, અને કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. તે જાનવરોથી માણસોમાં ફેલાય છે. આ વાયરસથી બે ઓગસ્ટના રોજ દક્ષિણી ગુએકેડો પ્રાંતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

ચામાચિડિયાથી ફેલાય છે
WHO ના જણાવ્યાં મુજબ મારબર્ગ વાયરસ કદાચ ચામાચિડિયાથી ફેલાય છે. તેનો મૃત્યુ દર 88 ટકા સુધી હોય છે. આફ્રીકાના WHO ના ક્ષેત્રીય ડાયરેક્ટર ડોક્ટર માત્શિદિસો મોએતીએ કહ્યું કે મારબર્ગ વાયરસને દૂર દૂર સુધી ફેલાતો રોકવા માટે આપણે તેને પોતાના ટ્રેકમાં રોકવાની જરૂર છે. 

સ્થાનિક સ્તરે જોખમ વધુ
ગત વર્ષ ઈબોલાની શરૂઆત સાથે જ 12 લોકોના મોત બાદ ગિનીમાં બે મહિના પહેલાથી WHO એ ઈબોલા વાયરસના ખાતમાની જાહેરાત કરી હતી. આવામાં હવે આ વાયરસે નવું ટેન્શન ઊભું કર્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવ્યા છે કે તેનો ખતરો સ્થાનિક સ્તરે ખુબ છે અને વૈશ્વિક સ્તરે ઓછો. 

સમયસર સારવાર ન મળે તો મોત થાય છે
WHO ના જણાવ્યાં મુજબ જ્યારે એકવાર કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવી જાય છે ત્યારબાદ શરીરમાંથી નીકળતા Liquid substance દૂષિત સપાટીઓ અને સામગ્રીઓના સંપર્કમાં આવીને વ્યક્તિને એટલો સંક્રમિત કરે છે કે જો તેને યોગ્ય સારવાર ન મળે તો મોત થઈ શકે છે. 

આ છે લક્ષણો
મારબર્ગ વાયરસના લક્ષણોમાં ખુબ તાવ, માથાનો દુખાવો મુખ્ય છે. સ્નાયુમાં દુખાવો પણ તેમાં કોમન છે. સંક્રમણના ત્રીજા દિવસે લૂઝ મોશન, પેટમાં દુખાવો, કળતરા, જીવ ડોહળાવવો, ઉલ્ટી થઈ શકે છે. એક અઠવાડિયા સુધી મોશન થઈ શકે છે. આ દરમિયાન રોગીની આંખો ભારે થઈ જાય છે. ચહેરો પણ બદલાઈ જાય છે. ખુબ સુસ્તી રહે છે. લક્ષણોની શરૂઆતના 2 થી 7 દિવસ વચ્ચે શરીર પર દાણા નીકળી શકે છે. અનેક રોગીઓને બ્લિડિંગ પણ થવા લાગે છે. ઉલ્ટી અને મળની સાથે નાક, પેઢા અને vagina માંથી લોહી નીકળવા લાગે છે. 

આટલા દિવસ બાદ મોતનું જોખમ
બીમારીના ગંભીર તબક્કા દરમિયાન રોગીઓને ખુબ તાવ આવે છે. ભ્રમ, ચિડચિડાપણું અને આક્રમકતા રહી શકે છે. 15માં દિવસે ક્યારેક ક્યારેક ઓર્કાઈટિસ (અંડકોશમાં સોજો) ની ફરિયાદ રહી શકે છે. ગંભીર કેસોમાં સામાન્ય રીતે શરૂઆતના 8થી 9 દિવસ વચ્ચે મોતનું જોખમ રહે છે. 

આફ્રીકન લીલા વાંદરા લાવ્યા હતા આ આફત
1967માં જર્મનીના મારબર્ગ અને ફ્રેંકફર્ટ બેલગ્રેડ, સર્બિયામાં આ બીમારીની જાણ થઈ હતી. યુગાંડાથી આવેલા આફ્રીકી લીલા વાંદરા (સર્કોપિથેક્સ એથિયોપ્સ) પર થયેલા સ્ટડીમાં તેની જાણ થઈ હતી. ત્યારબાદ અંગોલા, કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય, કેન્યા, દક્ષિણ આફ્રીકા, અને યુગાંડામાં તેના કેસ જોવા મળ્યા. 

આ ગુફાઓ સાથે છે કનેક્શન
2008માં યુગાંડામાં એક ગુફાની મુલાકાત લેનારા બે મુસાફરોમાં આ વાયરસ મળ્યો હતો. સ્ટડીમાં જાણવા મળ્યું કે સામાન્ય રીતે આ વાયરસ તે ગુફાઓમાં કે ખાણોમાં રહે છે જ્યાં રોસેટ્સ ચામાચિડિયા (BATS) રહે છે. એકવાર જ્યારે કોઈ વ્યક્તિ વાયરસથી સંક્રમિત થઈ જાય છે ત્યારે કોરોનાની જેમ આ સંક્રમણ પણ ઝડપથી ફેલાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news