Moscow: રશિયાનું લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પ્લેન ક્રેશમાં 3 લોકોના મોત
મોસ્કો (Moscow) નજીક એક ફ્લાઈટ ટેસ્ટ દરમિયાન એક રશિયાનું લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. એરક્રાફ્ટ બનાવતી કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને આ દુર્ઘટનાની પુષ્ટી કરી છે
Trending Photos
મોસ્કો: મોસ્કો (Moscow) નજીક એક ફ્લાઈટ ટેસ્ટ દરમિયાન એક રશિયાનું લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. એરક્રાફ્ટ બનાવતી કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને આ દુર્ઘટનાની પુષ્ટી કરી છે. કંપનીએ નિવેદનમાં આ સ્પષ્ટ નથી કર્યું કે, દુર્ઘટનામાં જાનહાની થઈ છે કે નથી. જો કે, એરક્રાફ્ટમાં 3 ક્રુ મેમ્બરના મોત થયાના સમાચાર છે.
Russian prototype ll-112V military transport aircraft crashed somewhere in Moscow region. Three test pilots reportedly died. pic.twitter.com/dI9Nkdumtu
— Jitender Sharma (@capt_ivane) August 17, 2021
એન્ટોનોવ AN-26 ના વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ
દુર્ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં વિમાન ઓછી ઉંચાઈ પર ઉડતું જોવા મળી રહ્યું છે. જેના એક પંખામાં આગ લાગી ગઈ, જેના કારણે પહેલા વિમાન એક શાર્પ કટ લઈને જમીન પર પડે છે. યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન IL-112V નું ટેસ્ટિંગ જુના એન્ટોનોવ AN 26 ના વિકલ્પ તરીકે કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે