Saudi Arabia ના આ એક નિર્ણયથી દુનિયાભરના કરોડો મુસ્લિમોને મોટો ફાયદો થશે
Saudi Arabia: સઉદી અરબ સરકાર હજને લઈને એક એવો નિર્ણય લેવા જઈ રહી છે જેનાથી દુનિયાભરના મુસ્લિમોને મોટો ફાયદો થશે. સઉદી અરબ સરકાર ટૂંક સમયમાં ઈ-પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. જે હજ અને ઉમરાહ કરવા માટે આવતાં લોકોને અનેક રાહત આપશે.
Trending Photos
Saudi Arabia: ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો હજ અને ઉમરાહ કરવા માટે સઉદી અરબ પહોંચે છે. તેમના માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સઉદી અરબ સરકાર ટૂંક સમયમાં એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. સઉદી અરબ સરકારના આ નિર્ણયથી માત્ર હજ નહીં પરંતુ ઉમરાહ પર આવનારા લોકોને પણ મોટો ફાયદો થશે. સઉદી અરબ સરકાર આ ઓનલાઈન સુવિધા દ્વારા ભારત સહિત બીજા દેશોમાંથી આવનારા લોકો આરામથી હજ માટે એપ્લાય કરી શકે છે.
હજ 2023 માટે રજિસ્ટ્રેશન શરૂ:
ગુરુવારે સઉદી અરબ સરકારે જાહેરાત કરી હતી કે 2023 માટે હજની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે સઉદી અરબના નાગરિક અને ત્યાં રહેતા મુસ્લિમ પ્રવાસી જ હજ માટે એપ્લાય કરી શકે છે. સઉદી અરબ સરકાર તરફથી આ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. સઉદી અરબ સરકાર તરફથી બીજા દેશો માટે રજિસ્ટ્રેશન હજુ શરૂ કર્યુ નથી. સઉદીમાં રહેનારા લોકો Localhaj.haj.gov.sa દ્વારા એપ્લાય કરી શકે છે. જે લોકો સઉદી અરબમાં રહે છે. તેમની હજ માટે પસંદગી ઓનલાઈન લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. એપ્લાય કરનારા લોકોમાં જેનું નામ લોટરીમાં નીકળે છે. તેમને જ હજ કરવાની અનુમતિ મળે છે. જોકે ઉમરાહ માટે આવી કોઈ સિસ્ટમ નથી.
خطوات #التقديم_على_الحج لمحرم المرأة، الذي ليس لديه أحقيّة في حجّ 1444هـ. pic.twitter.com/3uSUXYcV58
— إمارة منطقة مكة المكرمة (@makkahregion) January 5, 2023
ઉમરાહ-હજ માટે સરકારે આકરા નિયમ કર્યા:
સઉદી અરબ સરકાર હજ અને ઉમરાહની પ્રક્રિયા સરળ કરવામાં લાગી છે. છેલ્લા કેટલાક મહિનામાં જ હજ અને ઉમરાહ માટે અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. નવા નિર્ણયમાં હવે હજ પર મહિલાઓ પુરુષ સાથી વિના જઈ શકે છે. જ્યારે પહેલા આવો નિયમ ન હતો. હજ પર જવા માટે પુરુષ સાથી હોવો જરૂરી હતો. સાથીના સ્વરૂપમાં મહિલાનો પતિ, પુત્ર કે ભાઈ પણ સાથે હોય છે. આ સિવાય બીજા દેશોમાંથી ઉમરાહ માટે આવતા લોકોના વિઝા લિમીટ 30 દિવસથી વધારીને 90 દિવસ કરી દીધી છે. પહેલા માત્ર 30 જ દિવસ લોકો ઉમરાહ માટે આવતા હતા તે રહી શકતા હતા. પરંતુ હવે તે 90 દિવસ સુધી રહી શકે છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે