ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, 5 લોકોને ગોળી વાગી, હાઈ એલર્ટ જાહેર

અમેરિકાના ન્યૂયોર્કથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં મેટ્રો સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની છે. 

ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, 5 લોકોને ગોળી વાગી, હાઈ એલર્ટ જાહેર

ન્યોયોર્કઃ અમેરિકામાં ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત સબવે સ્ટેશન પર મંગળવારે સવારે પાંચ લોકોને ગોળી મારવામાં આવી જ્યારે સ્થળ પરથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે. શહેરના ફારય બ્રિગેડ ડિપાર્ટમેન્ટે આ જાણકારી આપી છે. ન્યૂયોર્ક સિટી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, ફાયરકર્મીઓને સનસેટ પાર્કની પાસે 36 સ્ટ્રીટ સ્ટેશનમાંથી ધુમાડો નિકળવાની સૂચના મળી હતી. તેમણે કહ્યું કે, ઘટનાસ્થળ પર ઘણા લોકોને ગોળી મારવામાં આવી અને વિસ્ફોટક જપ્ત થયો છે. 

ધ ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કુલ પાંચ લોકોને ગોળી વાગી છે. પોલીસ પ્રમાણે ઘટના બાદ મેટ્રો સ્ટેશન પર ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે. શરૂઆતી તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે ગોળી ચલાવનાર વ્યક્તિ મેટ્રો સ્ટેશનમાં કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર રહેલા સીસીટીવીને તપાસી રહી છે. આ એક આતંકી હુમલો છે કે કોઈ અન્ય ષડયંત્ર, હજુ તે સ્પષ્ટ થયું નથી. 

— NYPD NEWS (@NYPDnews) April 12, 2022

અત્યાર સુધી ફાયરિંગમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તો પોલીસ તરફથી ઘટનાસ્થળે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ન્યૂયોર્ક શહેરમાં મેટ્રો સેવાને રોકી દેવામાં આવી છે. આ હુમલાને અમેરિકી સમય અનુસાર સવારે 8.30 કલાકે અંજામ આપવામાં આવ્યો છે. આ તે સમય છે જ્યારે મેટ્રોમાં મોટી સંખ્યામાં લોકો યાત્રા કરે છે અને સ્ટેશન પર ભીડ રહે છે. આ હુમલામાં કેટલા આરોપી સામેલ છે, તેને લઈને કોઈ જાણકારી મળી નથી. 

પરંતુ પોલીસને ઘટનાસ્થળેથી હજુ સુધી કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. લોકોને અપીલ કરવામાં આવી કે તેમને કંઈ શંકાસ્પદ મળે તો તત્કાલ પોલીસનો સંપર્ક કરવામાં આવે. 

(Pics Source: Reuters) pic.twitter.com/zPIq4tNg7e

— ANI (@ANI) April 12, 2022

લોકોને ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી
જાણકારી પ્રમાણે આ હુમલામાં 13 લોકોને ઈજા થઈ છે. શહેરની પોલીસ પ્રમાણે હાલ કોઈ સક્રિય વિસ્ફોટક નથી. પ્રત્યક્ષદર્શીઓને વધુ જાણકારી ઉપલબ્ધ કરાવવા અને જનતાને ક્ષેત્રથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસના સૂત્રોએ એનસીબી ન્યૂયોર્કને જણાવ્યું કે એક વ્યક્તિને બ્રુકલિન મેટ્રો સ્ટેશનમાં ઉપકરણ ફેંકતો જોવામાં આવ્યો, ત્યારબાદ ગોળીબારી શરૂ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news