PM મોદીએ દુનિયાને આપ્યો આ સંદેશ, જણાવ્યું One Sun, One World and One Grid નું મહત્વ

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ગ્લાસગોમાં COP26 ના એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ. પીએમ મોદીએ આ દરમિયાન દુનિયાને 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ'નો સંદેશ આપ્યો છે. 
 

PM મોદીએ દુનિયાને આપ્યો આ સંદેશ, જણાવ્યું One Sun, One World and One Grid નું મહત્વ

ગ્લાસગોઃ PM Modi at an event of COP26: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મંગળવારે ગ્લાસગોમાં COP26 ના એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ આ દરમિયાન દુનિયાને 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ'નો સંદેશ આપ્યો છે. એક્સલરેટિંગ ક્લીન ટેક્નોલોજી ઇનોવેશન એન્ડ ડેવલોપમેન્ટ પર આયોજીત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ, 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ ન માત્ર ભંડારણની જરૂરીયાતોને ઓછી કરશે પરંતુ સૌર પરિયોજનાઓની વ્યવહારિતાને પણ વધારશે. આ રચનાત્મક પહેલ ન માત્ર કાર્બન ફુટપ્રિન્ટ્સ અને ઉર્જાના ખર્ચને ઓછો કરશે પરંતુ ઘણા દેશો અને ક્ષેત્રો વચ્ચે સહયોગ માટે એક નવો માર્ગ ખોલશે.'

પીએમ મોદીએ કહ્યું કે અશ્મિભૂત ઇંધણના ઉપયોગથી કેટલાક દેશો સમૃદ્ધ થયા પરંતુ તેનાથી પૃથ્વી અને પર્યાવરણ ખરાબ થયું. અશ્મિભૂત ઇંધણ માટેની સ્પર્ધાએ ભૌગોલિક રાજકીય તણાવ પણ સર્જ્યો હતો. તેમણે કહ્યું કે સૌર ઊર્જા સંપૂર્ણપણે સ્વચ્છ અને ટકાઉ છે. પડકાર એ છે કે આ ઉર્જા માત્ર દિવસ દરમિયાન જ મળે છે અને તે મોસમ પર આધાર રાખે છે. 'એક સૂર્ય, એક વિશ્વ અને એક ગ્રીડ' આ સમસ્યાનો ઉકેલ છે. વિશ્વવ્યાપી ગ્રીડ દ્વારા, સ્વચ્છ ઉર્જા ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રસારિત કરી શકાય છે.

— ANI (@ANI) November 2, 2021

'ISRO દુનિયાને આપશે સોલર કેલકુલેટર એપ્કીલેશન
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, મને આશા છે કે 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ' અને 'ગ્રીન ગ્રિડ' પહેલ વચ્ચે સહયોગથી એક સંયુક્ત અને મજબૂત વૈશ્વિક ગ્રિડ વિકસિત કરી શકાય છે. ભારતની સ્પેસ એજન્સિ ઇસરો દુનિયાને સોલર કેલકુલેટર એપ્લીકેશન ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આ કેલકુલેટરના માધ્યમથી ઉપગ્રહ ડેટાના આધાર પરદુનિયાના કોઈપણ સ્થાનની સૌર ઉર્જાની ક્ષમતાની ગણતરી કરી શકાય છે. આ એપ્લીકેશન સૌર પરિયોજનાઓનું સ્થાન નક્કી કરવામાં ઉપયોગી થશે અને વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રિડ પહેલને મજબૂત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news