મોદી જી! ઇઝરાયલમાં તમે સૌથી લોકપ્રિય, અમારી પાર્ટીમાં આવો, PM બેનેટે આપી ઓફર

PM Modi Meets Naftali Bennett: ગ્લાસગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. 
 

મોદી જી! ઇઝરાયલમાં તમે સૌથી લોકપ્રિય, અમારી પાર્ટીમાં આવો, PM બેનેટે આપી ઓફર

ગ્લાસગોઃ PM Modi Meets Naftali Bennett: ગ્લાસગોમાં COP26 જળવાયુ શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ સાથે બંને દેશોના દ્વિપક્ષાય સંબંધોની સમીક્ષા કરી અને ઉચ્ચ-ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વિશે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. 

'તમે ઇઝરાયેલમાં સૌથી વધુ લોકપ્રિય છો'
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયો અનુસાર, બેનેટે પ્રધાનમંત્રી મોદીને કહ્યું, 'તમે ઈઝરાયેલમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છો.' તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, 'આભાર, આભાર.' બેનેટે પછી પીએમ મોદીને તેમની પાર્ટી યામિનામાં જોડાવાનું કહ્યું. બંને નેતાઓએ સ્મિત સાથે હાથ મિલાવ્યા અને આ દરમિયાન બેનેટે કહ્યું, 'આવો અને મારી પાર્ટીમાં જોડાઓ.'

પીએમ મોદી અને નફ્તીલી બેનેટની મુલાકાત
પ્રધાનમંત્રી મોદી અને બેનેટની ઔપચારિક મુલાકાત સોમવારે સંક્ષિપ્ત વાતચીત બાદ થઈ હતી. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યુ- આપણા રણનીતિક ભાગીદારની સાથે સંબંધોને આગળ વધારવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદીએ ગ્લાસગોમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે. 

વિદેશ મંત્રાલયે ટ્વીટમાં કહ્યું- પહેલી બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને ઉચ્ચ-ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી છે.  

Prime Ministers @narendramodi and @naftalibennett had a fruitful meeting in Glasgow. Both leaders discussed deepening various avenues of cooperation for the benefit of our citizens. pic.twitter.com/QnzdCmgijT

— PMO India (@PMOIndia) November 2, 2021

દ્વિપક્ષીય સંબંધોને બનાવશું મજબૂત
આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ બેનેટ સાથે થયેલી મુલકાતને યાદ કરતા કહ્યુ કે, ભારતના લોકો ઇઝરાયલની સાથે મિત્રતાને ખુબ મહત્વ આપે છે. વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અહીં પહોંચેલા પ્રધાનમંત્રીએ શાંતિપૂર્ણ માહોલમાં સોમવારે બેનેટ સાથે મુલાકાત કરી હતી. 

પ્રધાનમંત્રી મોદી તરફથી ટ્વીટ કરવામાં આવેલા એક વીડિયોમાં બંને નેતા ગર્મજોશી ભરેલી ચર્ચા દરમિયાન એકબીજાનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ મંગળવારે ટ્વીટ કરીને લખ્યુ કે, ચોક્કસપણે, અમે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતકરવા અને ધરતીને સારી બનાવવા માટે સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. મોદીએ કહ્યુ- ભારતના લોકો ઇઝરાયલની સાથે દોસ્તીને વધુ મહત્વ આપે છે. 

આગામી વર્ષે ભારત આવી શકે છે બેનેટ
પ્રધાનમંત્રી બેનેટે ટ્વીટ કર્યુ- નરેન્દ્ર મોદી, અંતે તમને મળવાનું ખરેખર સારૂ રહ્યું. પીએમ મોદી અને બેનેટ વચ્ચે મુલાકાત જયશંકરની પાછલા મહિને ઇઝરાયલની દરમિયાન પ્રધાનમંત્રી તરફથી ઇઝરાયલી પ્રધાનમંત્રીને ભારત આવવાના નિમંત્રણ આપ્યા બાદ થઈ છે. ઇઝરાયલી મીડિયાની ખબરો પ્રમાણે આગામી વર્ષે જૂનમાં પ્રધાનમંત્રી બેનેટ ભારત આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news