નવાઝ શરીફને ખુરશી છોડાવનાર પનામા પેપર્સ લીક શું છે સમગ્ર વિવાદ ?
પાકિસ્તાનની એક કોર્ટે પનાના પેપર્સ કાંડ મુદ્દે નવાઝ શરીફ અને તેની પુત્રીને અનુક્રમે 10 અને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનની એક કોર્ટે પનામા પેપર્સ કાંડ અંગેના ભ્રષ્ટાચારનાં ત્રણ કેસમાંથી એકમાં ભુતપુર્વ વડાપ્રધાન નવાઝ શરીફને 10 વર્ષની સજા ફટકારી છે. પનામા પેપર મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા બાદ નવાઝ શરીફે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની તરફથી પનામા પેપર લીક મુદ્દે શરીફને દોષીત ઠેરવવામાં આવ્યા બાદ વડાપ્રધાન પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે શરીફ અને તેની પુત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવા માટેનો આદેશ આપ્યો હતો.
નવાઝ શરીફ પાકિસ્તાનનાં ત્રણ વખત વડાપ્રધાન બન્યા પરંતુ ક્યારે પણ પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. જો કે હાલમાં જે સજા થઇ તે પનામા પેપર લીક મુદ્દો શું છે અને નવાઝ શરીફનાં પરિવાર પર લાગેલા આરોપો અને ત્યાર બાદથી સમગ્ર માહિતી શું છે તે અંગેનો તમામ માહિતી
શું છે સમગ્ર મુદ્દો
પનામા પેપર્સના નામથી લીક થયેલ દસ્તાવેજોને સામે લાવવામાં મુખ્ય ભુમિકા અમેરિકા ખાતેનાં એક એનજીઓ, શોધક પત્રકારના આંતરરાષ્ટ્રીય મહાસંઘ (ICIJ)ની છે. આઇસીઆઇજેએ દસ્તાવેજોની ઉંડી તપાસ કરી હતી. આઇસીઆઇજેને કોઇ અજાણ્યા સુત્ર દ્વારા આ દસ્તાવેજો મળ્યા હતા. તપાસમાં નવાઝ શરીફ ઉપરાંત અન્ય ઘણા ફિલ્મી અને રમતજગત સાથે સંકળાયેલી હસ્તીઓ સહિત આશરે 140 લોકોની સંપત્તિનો ખુલાસો થયો હતો. ભારત સાથે પણ કેટલાક લોકોનાં નામનો ઉલ્લેખન પનામા પેપર્સમાં કરવામાં આવ્યો હતો.
40 વર્ષનો ડેટા
તપાસમાં જે ડેટા સામે આવ્યો હતો તે 1977થી માંડીને 2015 સુધીનો હતો. જર્મનીના એક અખબાર અનુસાર પેપર લીકથી 2.6 ટેરાબાઇટ ડેટા સામે આવ્યો છે જે લગભગ 600 ડીવીડીમાં આવી શકે છે. શરીફ સહિત અન્ય લોકોનાં ટેક્સ હેવન કન્ટ્રીમાં પૈસાના રોકાણ અંગેની માહિતી હતી. આ લોકોને શૈડો કંપનીઓ, ટ્રસ્ટ અને કોર્પોરેશન બનાવ્યા અને તેના દ્વારા કઇ રીતે ટેક્સ બચાવ્યો.
નવાઝ અને તેના પરિવાર પર આરોપ
નવાઝ શરીફના પુત્ર હુસૈન અને હસન ઉપરાંત પુત્રી મરિયમ નવાઝે ટેક્સ હેવન ગણાતા બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડમાં ઓછામાં ઓછી ચાર કંપનીઓ ચાલુ કરી. આ કંપની સાથે તેમણે લંડનમાં છ મોટી પ્રોપર્ટીઝ ખરીદી. શરીફ ફૈમિલીએ આ પ્રોપર્ટીને ગીરવે મુકીને ડોએચે બેંકના આશરે 70 કરોડ રૂપિયાની લોન આપી. તે ઉપરાંત બીજા બે એપાર્ટમેન્ટ ખરીદવામાં બૈંક ઓફ સ્કોટલેન્ડે તેની મદદ કરી.
નવાઝ અને તેનાં પરિવાર પર આરોપ છે કે આ સમગ્ર વ્યાપાર અને ખરીદ વેચાણમાં અનડિક્લિયર્ડ ઇનકમ લગાવવામાં આવી. શરીફની વિદેશમાં આ પ્રોપર્ટીઝની વાત તેવા સમયે સામે આવી જ્યારે લીક થયેાલ પનામા પેપર્સમાં દેખાડવામાં આવ્યું કે તેમનું મેનેજમેન્ટ શરીફનાં પરિવારના માલિકી હકવાળી વિદેશી કંપનીઓ કરતી હતી. શરીફના પરિવારના લંડનના 4 એપાર્ટમેન્ટ સાથે જોડાયેલો કિસ્સો પણ તે 8 કેસનો સમાવેશ છે જેની નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરો (NAB)એ ડિસેમ્બર 1999માં તપાસ ચાલુ કરી હતી.
લંડનમાં ખરીદી હતી પ્રોપર્ટી
પનામા મુદ્દે તપાસ કરી રહેલા 6 મેંબર્સવાળી જેઆઇટીએ પોતાના ફાઇનલ રિપોર્ટ 10 જુલાઇને સુપ્રીમ કોર્ટને સોંપી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 1990માં વડાપ્રધાન તરીકે પોતાનાં બીજા ટેન્યોરમાં શરીફની ફેમિલીએ લંડનમાં પ્રોપર્ટીઝ ખરીદી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, શરીફ અને તેનાં બાળકોની લાઇફસ્ટાઇલ તેના આવકનાં સ્ત્રોત કરતા ઘણી વધારે હતી. શરીફે આોપોને અયોગ્ય ગણાવતા જેઆઇટીના રિપોર્ટને ફગાવી દીધો હતો.
આ પ્રકારના વિદેશી ખાતાઓનો અર્થ
મોટી હસ્તીઓ પોતાનાં નિવાસના દેશની બહાર જે ખાતાઓ ધરાવે છે, તેનો ઇરાદો ઘણા પ્રકારનાં આર્થિક અને કાયદાકીય લાભો મેળવવાનો હતો. આ વિદેશી ખાતા મોટા ભાગનાં દેશોમાં રખાય છે. જેને ટેક્સ હેવન માનવામાં આવે છે. આ ખાતાઓનો ઉપયોગ પૈસાને દેશની બૈંકિંગ સિસ્ટમથી બચાવીને બહાર લઇ જવા અને ટેક્સ ઓથોરિટીની નજરથી બચાવીને ટેક્સ સેવિંગ માટે કરવામાં આવે છે.
લિસ્ટમાં અન્ય કેટલા નામ
પનામા પેપર લીકમાં જે હસ્તીઓનાં નામ સામે આવ્યા છે તેમાં આઇસલેન્ડના વડાપ્રધાન, યૂક્રેનનાં રાષ્ટ્રપતિ, સઉદી અરબનાં રાજા અને ડેવિડ કૈમરનનાં પિતાનું નામ મુખ્ય છે. તે ઉપરાંત આ યાદીમાં વ્લાદિમીર પુતિનનાં નજીકનાં લોકો, અભિનેતા જૈકી ચેન અને ફુટબોલર લિયોનેલ મેસીનું નામ પણ છે. જો કે આ હસ્તીઓએ તેમને આ કામ કરીને કોઇ બિનકાયદેસર પગલું ભર્યું છે કે કેમ તે અંગે આ પેપર્સમાં કંઇ પણ સ્પષ્ટ ઉલ્લેખ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે