નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત, સ્કૂલ-કોલેજ 3 દિવસ બંધ

નેપાળમાં અવિરત વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા અને 36 અન્ય ઘાયલ થયા.

નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત, સ્કૂલ-કોલેજ 3 દિવસ બંધ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર જોવા મળ્યો... જેમાં અમેરિકામાં હેલન વાવાઝોડાની સાથે આવેલાં મૂશળધારે વરસાદે તારાજી સર્જી... તો નેપાળમાં અનરાધાર વરસાદ બાદ પૂરના કારણે 39 લોકોના મોત થયા છે... તો તેના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોની મુસીબતમાં વધારો થયો છે... ત્યારે દુનિયામાં કેવો છે કુદરતનો કોહરામ?... જોઈશું આ રિપોર્ટમાં.

જ્યાં જુઓ ત્યાં બસ કુદરતનો ક્રૂર મિજાજ જ જોવા મળી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ મેઘકહેર યથાવત રહ્યો છે... જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે... 

સૌથી પહેલાં વાત ભારતના પાડોશી દેશ નેપાળની. સતત થઈ રહેલા વરસાદના કારણે અનેક શહેરો જળમગ્ન બની ગયા છે.. તો નદીઓએ પણ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું છે.... રસ્તામાં જે આવ્યું તેને પોતાની સાથે તાણી જવા માટે પાણી આતુર છે... પાણીના ખૌફનાક દ્રશ્યો જોઈને લોકો ડરની વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

અચાનક નદીમાં જળસ્તર વધી જતાં નદીકાંઠે રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2થી 3 લોકો પોતાનો જીવ બચાવવા માટે પતરાના મકાનની ઉપર જતાં રહ્યા... પરંતુ પાણીનું જોર વધતાં તમામ લોકો પાણીમાં તણાઈ જાય છે... 

નેપાળમાંથી પાણી છોડવામાં આવતાં બિહારમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે... કોસી અને ગંડક બેરેજમાંથી તમામ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે... 50 વર્ષ બાદ કોસીએ હાહાકાર મચાવતાં લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યા છે.... નદીમાં પાણી છોડવામાં આવતાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.... કેમ કે શિપ્રા નદી બેકાંઠે વહેવા લાગી છે.. જેના કારણે નદીકાંઠે આવેલા મંદિરો અને તમામ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે...  

આ તરફ મુંબઈના હાઈટાઈડની વોર્નિંગ આપવામાં આવી છે... તેની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલાં અમેરિકામાં હેલન ચક્રવાતી વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે... વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તોફાન ત્રાટક્યા પછી વરસાદનું પાણી કઈ રીતે રસ્તા પર ફરી વળે છે... જેને જોઈને જ હાંજા ગગડી જાય છે... તો વિચાર કરો ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે.... 

અમેરિકામાં હેલન વાવાઝોડું પોતાની સાથે ભારે પવન અને વરસાદ લાવ્યું... જેમાં 6 રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું... તો અનેક મકાનોને ભારે નુકસાન થયું.

ભારતથી લઈને અમેરિકા સુધી કુદરતનો જે ક્રૂર મિજાજ જોવા મળ્યો છે... તે દુનિયાના લોકો માટે મોટા ખતરાની ઘંટી છે... ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના અનેક દેશોમાં તેની અસર જોવા મળી રહી છે... આ અંગે ચોક્કસથી લોકોએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે... નહીં તો માનવજીવન પર આગામી સમયમાં મોટો ખતરો નક્કી છે... 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news