રિલાયન્સની પસંદગી મુદ્દે માહિતી નથી, દેસો જ કરી શકે છે ટિપ્પણી: ઓલાંદ
રિલાયન્સની પસંદગીમાં ફ્રાંસની કોઇ જ ભુમિકા નથી, તેવી સતત સ્પષ્ટતા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો
Trending Photos
નવી દિલ્હી : ફ્રાંસના પુર્વ રાષ્ટ્રપતિની રાફેલ ડીલ સાથે જોડાયેલા નિવેદન મુદ્દે વિવાદોમાં નવો વળાંક આવી ગયો છે. સમાચાર માધ્યમોનાં અનુસાર જ્યારે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદને પુછવામાં આવ્યું કે શું રિલાયન્સ ને દેસોની સાતે કામ કરવા માટે ભારત તરફથી કોઇ દબાણ હતું તો ઓલાંદે કહ્યું કે, તેમની પાસે આ અંગે કોઇ જ માહિતી નથી. આ અંગે ઓલાંદે કહ્યું કે માત્ર દૈસો જ આ અંગે કોઇ પણ પ્રકારની ટીપ્પણી કરી શકે છે.
ઓલાંદે કહ્યું કે, રિલાયન્સની પસંદગીમાં ફ્રાંસની કોઇ જ ભુમિકા નથી. ભારતે આ મુદ્દે રાજનીતિ સતત ગરમાઇ રહી છે. વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદી પર દેશની જનતાને ધોખા દેવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રાંસે પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે કહ્યું હતું કે, રાફેલ સોદા માટે ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સના નામને પ્રસ્તાવિત કર્યું હતું અને દૈસો એવિએશન કંપની પાસે બીજો વિકલ્પ નહોતો.
FLASH: From Agency AFP, when asked whether India had put pressure on Reliance and Dassault to work together, Ex France President Hollande said he was unaware and "only Dassault can comment on this". pic.twitter.com/YEb8eaD7Gw
— ANI (@ANI) September 22, 2018
ઓલાંદે કહ્યું કે,ભારતની સરકારે જે સર્વિસ ગ્રુપનું નામ આપ્યું, તેણે દેસો સાથે વાતચીત કરી. દેસોએ અનિલ અંબાણીનો સંપર્ક કર્યો. અમારી પાસે કોઇ જ વિકલ્પ નહોતો. અમે જે મંત્રણા કરનાર વ્યક્તિ આપવામાં આવ્યો, અમે સ્વિકાર કર્યો. ઓલાંદની આ વાત સરકારનાં દાવાઓને ફગાવી શકે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે દેસો અને રિલાયન્સની વચ્ચે સમજુતી એક કોમર્શિયલ ફેક્ટ હતું તો બે પ્રાઇવેટ ફર્મ વચ્ચે થયો હતો. તેમાં સરકારની કોઇ જ ભુમિકા નહોતી.
બીજી તરફ સંરક્ષણ મંત્રાલયે નિવેદન બહાર પાડીને સ્થીતી સ્પષ્ટ કરી છે. પોતાનાં નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન બાદ ઉપજેલો વિવાદ અકારણ છે. તેમાં કહેવામાં આવ્યું કે, ફ્રાંસના નિવેદનને સંપુર્ણ સમજવાની જરૂર છે. ફ્રાંસની મીડિયામાં ડીલમાં સમાવિષ્ય પૂર્વ રાષ્ટ્રપતિએ પુછાયેલા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે રિલાયન્સનું નામ ભારત સરકારની તરફથી આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે