COVID-19 Vaccine: સ્પુતનિકની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGI ની મળી મંજૂરી

COVID-19 Vaccine: ડીસીજીઆઈ તરફથી આ મંજૂરી તેવા સમયે આપવામાં આવી છે જ્યારે આ પહેલા મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં કહેવામાં આવ્યું કે કોવિડ વિરુદ્ધ સ્પુતનિક લાઇટમાં 78.6 થી 83.7% અસરકારકતા છે. 
 

COVID-19 Vaccine: સ્પુતનિકની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGI ની મળી મંજૂરી

નવી દિલ્હીઃ COVID-19 Vaccine: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સ્પુતનિક લાઇટ વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલની બુધવારે ભારતમાં મંજૂરી આપી દીધી છે. રશિયામાં બનેલી સ્પુતનિક લાઇટ સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિન છે. ડીસીજીઆઈ તરફથી આ મંજૂરી તેવા સમયે આપવામાં આવી છે જ્યારે આ પહેલા મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ સ્પુતનિક લાઇટમાં 78.6 થી 83.7 ટકા અસરકારકતા છે, જે ઘણા બે ડોઝવાળી વેક્સિનથી પણ વધુ છે. 

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જુલાઈમાં સ્પુતનિકને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાનો ઇનકાર કરતા દેશમાં રશિયા વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાનું કહ્યું હતું. કમિટીએ તેના પર ધ્યાન આપ્યું કે સ્પુતનિક-વીમાં તે કમ્પોનેન્ટ છે, જે સ્પુતનિક લાઇટમાં ઉપયોગ કરવામાં આવ્યા છે અને ભારતીય વસ્તી પર સુરક્ષા અને અસરકારકતાના આંકડા ટ્રાયલ દરમિયાન સામે આવ્યા હતા. 

— ANI (@ANI) September 15, 2021

આર્જેન્ટીનામાં આશરે 40 હજાર મોટા અને વૃદ્ધો પર સ્ટડી કરવામાં આવી છે. સ્ટડી અનુસાર સ્પુતનિક લાઇટ વેક્સીન 82.1-87.6 ટકા હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઘટાડી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે રશિયન ડાયરેક્ટર ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) એ પાછલા વર્ષે ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝની સાથે ભાગીદારી કરી હતી. એપ્રિલમાં સ્પુતનિક-વીને ભારતમાં ઉમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ હતી. 14 મેએ રેડ્ડીએ હૈદરાબાદમાં સીમિત રીતે વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news