ભારતમાં ભારે વિરોધ, પાકિસ્તાનમાં કોઈ પણ કટ વગર રિલીઝ થઈ 'પદ્માવત'
ફિલ્મ 'પદ્માવત'ને લઈને જ્યાં એકબાજુ ભારતમાં ઠેરઠેર હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યાં પાડોશી દેશ પાકિસ્તાને આ ફિલ્મને કોઈ પણ પ્રકારના કટ વગર રિલીઝ કરી દેવાઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ 'પદ્માવત'ને લઈને જ્યાં એકબાજુ ભારતમાં ઠેરઠેર હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યાં પાડોશી દેશ પાકિસ્તાને આ ફિલ્મને કોઈ પણ પ્રકારના કટ વગર રિલીઝ કરી દેવાઈ છે. ઈસ્લામાબાદ સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્સર્સ (સીબીએફસી)ના અધ્યક્ષ મોબશીર હસને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે બોર્ડે આ ફિલ્મને પાસ કરી દીધી છે. તેમણે ટ્વિટર પર આ મામલા સંબંધિત જાણકારી આપી.
તેમણે ટ્વિટર પર લખ્યું કે "સીબીએફસીએ ભારતીય કલાકારોવાળી ફિલ્મ પદ્માવતના કોઈ પણ દ્રશ્ય વગર કાતર ચલાવ્યાં વગર યુ સર્ટિફિકેટ સાથે થિયેટરોમાં દર્શાવવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે સીબીએફસી કળા, રચનાત્મકતા અને સ્વસ્થ મનોરંજનમાં પક્ષપાત નથી કરતું."
નોંધનીય છે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખીલજીની નકારાત્મક છબી દર્શાવવાના કારણે ફિલ્મના દ્રશ્યો પર કાતર ફરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે