પંજાબમાં રાજપૂત નેતાઓએ જોઈ 'પદ્માવત', પાછો ખેંચ્યો વિરોધ
રાજપૂત મહાસભાના અધ્યક્ષ દવિન્દર દર્શીએ કહ્યું છે કે અમને આ ફિલ્મની રિલીઝ સામે કોઈ સમસ્યા નથી
Trending Photos
નવી દિલ્હી : પંજાબની રાજપૂત મહાસભાએ ફિલ્મ પદ્માવત સામેનો વિરોધ પરત ખેંચી લીધો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા સમાચાર પ્રમાણે બુધવારે 24 જાન્યુઆરીએએ રાજપૂત સમાજના આગેવાનોએ પંજાબના પઠાણકોટ ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ પદ્માવત જોઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા આ માટે 24 જાન્યુઆરીની સાંજે 6-9 વચ્ચે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત મહાસભાના અધ્યક્ષ દવિન્દર દર્શી સહિતના રાજપૂત આગેવાનો હાજર રહ્યા હતા.
રાજપૂત નેતાઓનું વલણ
પદ્માવત જોયા બાદ રાજપૂત મહાસભાના અધ્યક્ષ દવિન્દર દર્શીએ કહ્યું કે, ‘અમે આ પહેલા ફિલ્મના રિલીઝનો વિરોધ કરતા હતા હતા જોકે ફિલ્મ જોયા પછી અમને સંતોષ છે. રાજપૂત સમાજના વિરોધને લઈને ફિલ્મ મેકર્સે 300 જેટલા કટ્સ મારવા પડ્યા હતા. આજે અમે આ ફિલ્મ જોઈ અને હવે અમને લાગી રહ્યું છે કે ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણી અને મર્યાદા દુબાય તેવું કંઈજ ફિલ્મમાં નથી. જેથી ફિલ્મ જો રિલીઝ થાય તો અમને કોઈ વિરોધ નથી. તેટલું જ નહીં આજથી રાજપૂત મહાસભા ફિલ્મનો વિરોધ પરત ખેંચી રહી છે.’
પંજાબમાં રાજપૂતોની હાજરી
પંજાબમાં સૌથી વધુ રાજપૂત પઠાણકોટ, હોશિયારપુર અને ગુરુદાસપુર જીલ્લામાં વસે છે. પઠાણકોટના SSP વિશાલ સોનીએ કહ્યું કે, ‘ફિલ્મને જિલ્લાના ચાર થિયેટર્સમાં દેખાડવામાં આવશે. હવે અમને પણ વિશ્વાસ છે કે અહીં કોઈ જ જાતનો અણબનાવ નહીં બને. પંજાબના રાજપૂત નેતાઓના મત પ્રમાણે ફિલ્મમાં રાજપૂતોના ગર્વને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં રાણી પદ્માવતીના કેરેક્ટરને લઈને કોઈ છેડછાડ કરવામાં નથી આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે