પાકિસ્તાનના ગૃહ મંત્રીએ 5.60 લાખમાં કુરબાની આપવા ઉંટ ખરીદ્યો, જુઓ Video
શેખ રશિદ અહમદે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઉંટના વેપારીઓ સાથે ભાવ-તાલ કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ તેમણે ત્રણ ઉંટ ખરીદ્યા. આ ઉંટોની કિંમત 5.60 લાખ રૂપિયા છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશિદ અહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના મંત્રી કુરબાની માટે ઉંટ ખરીદી રહ્યાં છે. શેખ રશિદ અહમદે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઉંટના વેપારીઓ સાથે ભાવ-તાલ કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ તેમણે ત્રણ ઉંટ ખરીદ્યા. આ ઉંટોની કિંમત 5.60 લાખ રૂપિયા છે. પાકિસ્તાની મંત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં લખ્યું છે, જાનવરોની બજારમાં કુરબાની માટે ઉંટ ખરીદી રહ્યો છું.
જાણવા મળી રહ્યું છે કે કુરબાની માટે પોતાના મનપસંદ જીવની ખરીદી માટે પાકિસ્તાનના મંત્રી જાનવર બજારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક જાનવરોના ભાવ પૂછ્યા અને પછી પોતાની પસંદથી 3 ઉંટ ખરીદ્યા. જાનવરોની જે માર્કેટમાં પાકિસ્તાનના મંત્રી પહોંચ્યા હતા, તે રાવલપિંડીમાં આવેલી છે. મહત્વનું છે કે ઈદ ઉલ-અજહા 21 જુલાઈએ મનાવવામાં આવશે.
عید کی قربانی کیلئے مویشی منڈی میں اونٹوں کی خریداری کرتے ہوئے.https://t.co/w6KhTgnF6z pic.twitter.com/dhtqt3FoOK
— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) July 20, 2021
ઈદ-ઉલ-અહવા કુરબાનીનો દિવસ છે. આ ઇદને બકરી ઇદ પણ કહે છે. આ તહેવાર ઇસ્લામ ધર્મમાં આસ્થા રાખનાર લોકોનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર રમઝાનના પાક મહિનાના આશરે 70 દિવસ બાદ આવે છે. બકરી ઇદના દિવસે બકરી કે કોઈ અન્ય પશુની કુરબાની આપવામાં આવે છે. તેને ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે અંતિમ મહિનાના દસમાં દિવસે ઉજવવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનાના આઠમાં દિવસે હજ શરૂ થઈને 13માં દિવસે સમાપ્ત થાય છે. ઘણા ગલ્ફ દેશોમાં આ તહેવાર આજે (મંગળવારે) મનાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે