નુપુર શર્મા વિવાદ: વિરોધ પ્રદર્શન કરવું ભારે પડ્યું, નોકરી-ધંધા બધુ ચોપટ, ભારત ભેગા થવું પડશે

Prophet row Kuwait: પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ આપેલા નિવેદનથી શરૂ થયેલો વિવાદ દુનિયાના અનેક મુસ્લિમ દેશો સુધી પહોંચ્યો. કુવૈતમાં ભારતીય મૂળના કેટલાક લોકોએ નુપુર શર્માની ધરપકડ કરવાની માંગણી સાથે ફહીલ શહેરમાં ભારે પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નુપુર શર્મા વિવાદ: વિરોધ પ્રદર્શન કરવું ભારે પડ્યું, નોકરી-ધંધા બધુ ચોપટ, ભારત ભેગા થવું પડશે

Prophet row Kuwait: પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ આપેલા નિવેદનથી શરૂ થયેલો વિવાદ દુનિયાના અનેક મુસ્લિમ દેશો સુધી પહોંચ્યો. કુવૈતમાં ભારતીય મૂળના કેટલાક લોકોએ નુપુર શર્માની ધરપકડ કરવાની માંગણી સાથે ફહીલ શહેરમાં ભારે પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે આવા કોઈ પણ પ્રદર્શનને મંજૂરી આપી નહતી. હવે આવામાં સરકારે કડક વલણ અપનાવ્યું છે. 

નુપુર શર્માના નિવેદનના વિરોધમાં ફહીલ વિસ્તારમાં કેટલાક પ્રવાસી ભારતીયોએ નારેબાજી કરી હતી. ત્યારબાદ કુવૈત સરકારે તેમની ધરપકડના આદેશ પણ બહાર પાડ્યા છે. અરબ ટાઈમ્સના રિપોર્ટ મુજબ તમામ પ્રદર્શનકારીઓેને કુવૈતથી ડિપોર્ટ કરવામાં આવશે. કારણ કે આ લોકોએ કુવૈતના નિયમો અને કાયદાનો ભંગ કર્યો છે. અત્રે જણાવવાનું કે કુવૈત કાયદા મુજબ દશમાં પ્રવાસીઓને ધરણા કે પ્રદર્શનનું આયોજન કરવાનું કે તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેને ગેરકાયદેસર ગતિવિધિ ગણાય છે. આવામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ લોકોને ભારત મોકલી દેવાશે. 

નોકરી, કામ ધંધા ગયા
કુવૈત સરકારે ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનારા પ્રવાસી દેખાવકારોને ફહીલ વિસ્તારથી ધરપકડ કરવાના અને કોઈ ડિટેન્શન સેન્ટરમાં લાવવાના નિર્દેશ આપ્યા હતા. અલ રાયના રિપોર્ટ મુજબ દેશની ગુપ્તચર એજન્સીના જાસૂસોને આ પ્રવાસીઓની ઓળખ સુનિશ્ચિત કરવાની સાથે તમામની ધરપકડ કરીને ડિટેન્શન સેન્ટર લાવવાની જવાબદારી સોંપાઈ હતી. જેથી કરીને આરોપીઓની ઓળખ કરીને તેમના દેશ ડિપોર્ટ કરવાની સાથે બ્લેક લિસ્ટ પણ કરી શકાય. એટલે કે આ લોકો હવે ફરીથી ક્યારેય કુવૈત જઈ શકશે નહીં. એક સરકારી નિવેદનમાં કહેવાયું કે કુવૈતમાં વસેલા તમામ પ્રવાસીઓએ કુવૈતના નિયમોનું સન્માન કરવું જોઈએ. 

અત્રે જણાવવાનું કે સમગ્ર પયગંબર વિવાદ પર કુવૈત સરકારના વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂત સિબી જ્યોર્જને તલબ કર્યા હતા અને અધિકૃત વિરોધ પત્ર પણ સોંપ્યો હતો. જો કે જ્યારે ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા તો કુવૈતે આ કાર્યવાહીનું સ્વાગત પણ કર્યું હતું. આ અંગે ભારત તરફથી અધિકૃત નિવેદનમાં કહેવાયું હતું કે અલ્પસંખ્યકો વિરુદ્ધ ટ્વિટર પર વિવાદિત ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ છે. ભારતે તમામ ધર્મોના સન્માન પર ભાર મૂકતા એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેનાથી તમામ દેશો સંતુષ્ટ પણ જણાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news