કતરમાં 8 પૂર્વ નૌસૈનિકોની મોતની સજા પર પ્રતિબંધ, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત

Eight Ex Navy Officer Death Sentence: કતરમાં મોતની સજા મેળવેલા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને ગુરૂવારે મોટી રાહત મળી છે. આઠ લોકોની મોતની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 
 

કતરમાં 8 પૂર્વ નૌસૈનિકોની મોતની સજા પર પ્રતિબંધ, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત

નવી દિલ્હીઃ Eight Ex Navy Officer Death Sentence: કતરમાં મોતની સજા પામેલા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને ગુરૂવાર (28 ડિસેમ્બર) એ મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની મોતની સજા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મામલાને લઈને કતરમાં સ્થિત કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે સજા ઘટાડી દીધી હતી. 

વિદેશ મંત્રાલયે કહ્યું- વિસ્તૃત તપાસનો આદેશ છે. અમારી કાયદાકીય ટીમ આઠ ભારતીયોના પરિવારોના આગામી પગલાને લઈને સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે અમે મામલાની શરૂઆતથી તેમની સાથે હતા અને અમે બધાને કાયદાકીય સહાયતા આપવાનું યથાવત રાખીશું. અમે આ મામલાને કતરના અધિકારીઓ સમક્ષ ઉઠાવવાનું પણ જારી રાખીશું. આ મામલાની કાર્યવાહીની ગોપનીયતા અને સંવેદનશીલતાને કારણે આ સમયે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. 

— ANI (@ANI) December 28, 2023

ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ પાછલા ઓગસ્ટ મહિનાથી કતરની જેલમાં બંધ છે. આ 8 પૂર્વ અધિકારીઓને કતરની એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ નિર્ણય પર ભારત સરકાર તરફથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ બધા ભારતીય કતરની એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યાં હતા.

કતારમાં ભારતીયોની સજાનો મામલો
કતારની એક કોર્ટે ઓક્ટોબરમાં આઠ નિવૃત્ત નૌસેના અધિકારીઓ અને એક નાવિકને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ માણસો કતારના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી ખાનગી કંપની અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીના કર્મચારીઓ હતા. ગયા વર્ષે ઓગસ્ટથી અજ્ઞાત આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news