મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારનું સિનેમાઘરોમાં થશે લાઇવ પ્રસારણ, આખું બ્રિટનમાં મૌન પળાશે
મહારાણીના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના શાહી પરિવારના સભ્યો સહિત આશરે 500 વિશ્વ નેતા સામેલ થશે. શાહી તાબૂતને વેસ્ટમિંસ્ટર હોલથી વેસ્ટમિંસ્ટર એબે લઈ જવામાં આવશે.
Trending Photos
લંડનઃ લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની સોમવારે થનારી રાજકીય અંત્યેષ્ટિ કાર્યક્રમના પ્રસારણ માટે બ્રિટનના વિવિધ પાર્કોમાં વિશાળ સ્ક્રીન લગાવવામાં આવશે. સાથે ઘણા સિનેમાઘર પણ કાર્યક્રમના પ્રસારણ માટે તૈયારી કરી રહ્યાં છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું આઠ સપ્ટેમ્બરે સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. મહારાણીના પાર્થિવ શરીરને વેસ્ટમિંસ્ટર હોલમાં રાખવામાં આવ્યું છે અને તેમના અંતિમ સંસ્કારની વિધિ સોમવારે સવારે વેસ્ટમિંસ્ટર એબેમાં થશે.
છેલ્લા 57 વર્ષોમાં બ્રિટનમાં પ્રથમ રાજકીય અંતિમ સંસ્કાર એક આકરા પ્રોટોકોલ અને સૈન્ય પરંપરા હેઠળ થશે, જે માટે ઘણા દિવસથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સંસ્કૃતિ, મીડિયા તથા ખેલ વિભાગે કહ્યું કે સોમવારે બ્રિટનમાં પબ્લિક હોલિડે જાહેર કરવામાં આવ્યો છે અને અંતિમ સંસ્કારમાં સામેલ થનાર લોકોને ધ્યાનમાં લાખી લંડનમાં ઘણા જાહેર સ્થળ ચિન્હિત કરવામાં આવ્યા છે.
વિભાગે કહ્યું કે દિવંગત મહારાણી પ્રત્યે રાષ્ટ્રીય સ્તર પર સન્માન પ્રદર્શિત કરવા માટે રવિવારે રાત્રે 8 કલાકે સામૂદાયિક સમૂહ, ક્લબ, અન્ય સંગઠનો સિવાય ઘરોમાં લોકોને એક મિનિટનું મૌન રાખવાનું કહેવામાં આવ્યું છે. ડીસીએમએસે કહ્યું- લંડનના હાઇડ પાર્ક, શેફીલ્ડના કૈથેડ્રલ સ્ક્વાયર, બર્મિંઘમનું સેન્ટેનરી સ્ક્વાયર, કાર્લિસ્લેના બિટ્સ પાર્ક, એડિનબરાના હોલીરૂડ પાર્ક અને ઉત્તરી આયર્લેન્ડમાં કોલેરાઇટ ડાઉન હોલ સહિત દેશભરમાં વિશાળ સ્ક્રીન લગાવવામાં આવશે.
રાષ્ટ્રપતિ મુર્મૂએ આપી શ્રદ્ધાંજલિ
તેમણે કહ્યું કે બ્રિટનમાં સિનેમાઘર પણ અંતિમ સંસ્કાર કાર્યક્રમ દેખાડવા માટે પોતાની તૈયારી કરી રહ્યાં છે. મહારાણીના રાજકીય અંતિમ સંસ્કાર પહેલા સવારે સાડા છ કલાકે શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહેલી સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડન પહોંચી ગયા છે. તેમણે આજે મહારાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.
દિવંગત પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે
ત્યારબાદ એક જાહેર જુલૂસ બપોરે 12.15 કલાકે શરૂ થશે અને દિવંગત મહારાણીના તાબૂતને વેસ્ટમિંસ્ટર એબેથી લંડનના વેલિંગ્ટન આર્ચમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી વિંડસરની સફર શરૂ થશે. સોમવારે સાંજે એક અંગત શાહી વિધિમાં મહારાણીને કિંગ જોર્જ ષષ્ઠમ મેમોરિયલ ચેપલમાં તેમના દિવંગત પતિ પ્રિન્સ ફિલિપની નજીક દફનાવવામાં આવશે.
રાષ્ટ્રીય મૌનની સાથે શ્રદ્ધાંજલિ
મહારાણીના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના શાહી પરિવારના સભ્યો સહિત આશરે 500 વિશ્વ નેતા સામેલ થશે. શાહી તાબૂતને જુલૂસની જેમ પેલેસ ઓફ વેસ્ટમિંસ્ટરના હોલથી વેસ્ટમિંસ્ટર એબે લઈ જવામાં આવશે, જ્યાં અંતિમ સંસ્કારનો કાર્યક્રમ સવારે 11 કલાકે શરૂ થશે અને આશરે 1 કલાક બાદ બે મિનિટના રાષ્ટ્રીય મૌનની સાથે સંપન્ન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે