ગોઝારો રવિવાર! ગુજરાતમાં એક જ દિવસમાં 6 ઘટનામાં 19 લોકો પાણીમાં ડૂબ્યા, 7નાં કરૂણ મોત

અવરલ્લી અને રાજકોટમાં 2-2 અને પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવ્યા છે, જ્યારે 3ની શોધખોળ ચાલું છે.

 ગોઝારો રવિવાર! ગુજરાતમાં એક જ દિવસમાં 6 ઘટનામાં 19 લોકો પાણીમાં ડૂબ્યા, 7નાં કરૂણ મોત

ગુજરાત: રાજ્યમાં આજે રવિવારનો દિવસ સૌથી મોટો ગોઝારો સાબિત થઈ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં 19 લોકો પાણીમાં ડૂબ્યા છે, જેમાંથી 7નાં કરૂણ મોત નિપજ્યા છે. અવરલ્લી અને રાજકોટમાં 2-2 અને પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવ્યા છે, જ્યારે 3ની શોધખોળ ચાલું છે.

રાજ્યમાં એક જ દિવસમાં 19 લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે, જેના કારણે આજનો રવિવાર ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં એક જ દિવસમાં ડૂબવાથી 7 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. દિવસભરની ઘટનાઓની વાત કરીએ તો, અરવલ્લીના ઝાંઝરી ધોધમાં ડૂબવાથી 2 લોકોનાં મોત થયા છે, પંચમહાલમાં ખાડામાં ડૂબતા બાળકનું મોત થયું છે. રાજકોટના જેતપુરમાં બાળકનું મોત, 2નો બચાવ થયે છે, બનાસકાંઠામાં ત્રણ ડૂબ્યા, જેમાં એકનું મોત થયું છે. દમણમાં 5 લોકો ડૂબ્યા, જેમાં 2ને બચાવાયા અને 3ની શોધખોળ ચાલી રહી છે. જ્યારે રાજકોટમાં 5 લોકો ડૂબ્યા, જેમાં 3નો બચાવ અને 2ના દર્દનાક મોત નિપજ્યા છે.

પ્રથમ ઘટના
દમણના દરિયામાં બની હતી જેમા 5 પ્રવાસીઓ દરમિયામાં ડૂબ્યા હતા. જેમાંથી 2 ને બચાવી લેવાયા છે તો ત્રણની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. આ તમામ પ્રવાસીઓ સુરતથી દમણ ફરવા આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

બીજી ઘટના
રાજકોટ નજીક નવાગામના ઢોરાં પાસે આવેલા તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હોવાની ઘટના બની હતી. જેમાંથી ત્રણનો આબાદ બચાવ થયો છે અને બે લોકો બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટરલમાં ખસેડાઇ હતી. જોકે બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ દરમિયાન એક મહિલા અને એક યુવતીને 108 મારફતે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.

રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં આ દુર્ઘટના બની હતી. જેમાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ડૂબેલા પાંચ પૈકી એક મહિલા અને એક બાળકીનું મૃત્યુ થયુ છે જ્યારે 3 ને બચાવી લેવામાં આવ્યા છે.

ત્રીજી ઘટના
પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું. લગભગ 10 કલાકની શોધખોળ બાદ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બિલ્ડિરની બેદરકારીના કારણે નિર્માણધીન બિલ્ડીંગના પાછળના ભાગમાં ખોદવામાં આવેલા ખાડામાં આ ઘટના બની હતી. આ ખાડામાં પાણી પણ ભરેલું હતું.

ચોથી ઘટના
અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોંચ્યા હતા. જ્યાં ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની તેમના પર નજર પડતાં બન્ને યુવકોને બચાવવાની પુરેપુરી કોશિશ કરી હતી, પરંતુ ઝાંઝરી ધોધમાં બન્ને યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.

પાંચમી ઘટના
જેતપુર પાસે આવેલી ભાદર નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ ત્રણ બાળકો માંથી એક બાળકનું મોત થયુ છે. જ્યારે બે બાળકોને બચાવી લેવાયા છે, તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સામા કાંઠા વિસ્તારમાં ભાદર નદીનીમાં ત્રણ બાળકો નહાવા પડ્યા હતા. જોકે નદીમાં પાણીનું અચાનક વહેણ વધતા તેઓ ડૂબવા લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news