મોહમંદ પૈગંબરની વંશ છે બ્રિટનની મહારાણી એલિઝાબેથ: રિપોર્ટ
Trending Photos
બ્રિટન : સાંભળવામાં ભલે આશ્વર્યજનક લાગે પરંતુ બ્રિટનનની મહારાણી એલિઝાબેથ દ્રિતીય ઇસ્લામના સંસ્થાપક મોહમંદ પૈગંબરની વંશજ છે. જો કે મોરક્કોના સમાચારપત્રના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો, ત્યારબાદ તે ચર્ચામાં છે. જોકે આમ પહેલીવાર બન્યું નથી જ્યારે આવા દાવા કરવામાં આવ્યા હોય.
બ્રિટનના શાહી ખાનદાનના વંશાવલીની 43મી પેઢીઓને ટ્રેસ કર્યા બાદ ઇતિહાસકારોનો દાવો છે કે એલિઝાબેથ દ્રિતિયનો ઇસ્લામના વંશજો સાથે સંબંધ છે. રિપોર્ટ અનુસાર બ્રિટનનની મહારાણી ખરેખર મોહમંદ પૈગંબરની 43મી વંશજ છે.
વર્ષ 1986માં શાહી વંશ પર અધ્યયન કરનાર સંસ્થા બર્ક્સ પીરગેના પબ્લિશિંગ ડાયરેક્ટર હૈરલ્ડ બી બેકરે દાવો કર્યો હતો. પરંતુ હવે મોરક્કોના એક સમાચારપત્રએ માર્ચ મહિનામાં પોતાના આર્ટિકલમાં આવો જ દાવો કર્યો હતો. ઇતિહાસકારોના અનુસાર એલિઝાબેથ દ્રિતિયની બ્લડલાઇન 14મી સદીના અર્લ ઓફ કેબ્રિજથી છે અને આ મધ્યકાલીન મુસ્લિમ સ્પેનથી માંડીને મોહમંદ પૈગંબરની પુત્રી ફાતિમા સુધી જાય છે. ફાતિમા હઝરત મોહમંદની પુત્રી હતી અને તેમના વંશજ સ્પેનના રાજા હતા, જેમનો મહારાણી સાથે સંબંધ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. આથી મહારાણીને મોહમંદના વંશ કહેવામાં કહેવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામનો આરંભ સ્પેનમાં 711 ઇસવીમાં અરબના બની ઉમૈય્યાના શાસનકાળમાં થયું હતું.
બર્ક્સ પીરગેએ પોતાના દાવામાં કહ્યું હતું કે મહારાણી મુસ્લિમ રાજકુમારી જાઇદાના પરિવારમાંથી છે. અલમોરાવિદ્સે જ્યારે અબ્બાસી સલ્તનત પર હુમલો કર્યો તો જાઇદા પોતાનો જીવ બચાવવા માટે સ્પેનના રાજા કિંગ અલ્ફોંસો છઠ્ઠાના દરબારમાં પહોંચી ગઇ હતી. ત્યાં તેમણે ઇસાઇ ધર્મ અપનાવી લીધો અને કિંગ સાથે લગ્ન કરીને પોતાના નામ ઇસાબેલા રાખી લીધું. કિંગ દ્વારા તેમને એક છોકરાને જન્મ આપ્યો તેનું નામ સાંચા હતું. થર્દ અર્લ ઓફ કેબ્રિંજ રિચર્ડ ઓફ કૌન્સબર્ગ સાંચાના વંશજ હતા જે ઇગ્લેંડના કિંગ એડવર્ડ તૃતીયના પૌત્ર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે