કોરોનાની અત્યાર સુધીની સૌથી ગંભીર સાઈડ ઈફેક્ટ; આ વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ ફાટ્યો
યુરોલોજી કેસ સ્ટડીઝ દ્વારા પ્રકાશિત તારણો અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ થયા પછી વ્યક્તિના અંડકોષ (Testicle) ની ઉપરની ત્વચામાં Pruritic Scrotal Ulcers (અંડકોષ પરના ફોલ્લા) વિકસિત થયા.
Trending Photos
નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં Omicron વેરિઅન્ટને કારણે કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે, એવા ઘણા લોકો છે જે લોંગ કોવિડનો શિકાર બની રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે અમેરિકામાં રહેતા એક 72 વર્ષીય વ્યક્તિને કોરોનાની ભયંકર અને અત્યંત દુર્લભ આડઅસરનો સામનો કરવો પડ્યો હતો.
યુરોલોજી કેસ સ્ટડીઝ દ્વારા પ્રકાશિત તારણો અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ થયા પછી વ્યક્તિના અંડકોષ (Testicle) ની ઉપરની ત્વચામાં Pruritic Scrotal Ulcers (અંડકોષ પરના ફોલ્લા) વિકસિત થયા. ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટની સ્કીન (Scrotum Explodes) ફાટી ગઈ હતી. તેની અંડકોષ (Testicle) પર ખરાબ અસર પડી.
Testicle ની ત્વચામાં તિરાડ
કોવિડમાંથી સ્વસ્થ થયેલા વ્યક્તિમાં Pyoderma Gangrenosum (PG) મળી આવ્યો હતો, જે એક પીડાદાયક સ્થિતિ છે. તેનાથી તેની ત્વચા પર મોટા અલ્સર (Ulcer) થઈ ગયા. વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે Skin Ulcer થી તેના Testicle ની બહારની ત્વચા સંપૂર્ણપણે નાશ પામી હતી.
નોવા સાઉથઈસ્ટર્ન યુનિવર્સિટી કોલેજ ઓફ એલોપેથિક મેડિસિનના મુખ્ય લેખક Mashuta Hasan ને જણાવ્યું કે, 'કોવિડ -19 થી ત્વચા સંબંધી સમસ્યાઓ અને પ્રણાલીગત બળતરા વિકૃતિઓનું કારણ છે, આવા ઘણા અહેવાલો આવ્યા છે.'
તેમણે જણાવ્યું કે આ રિપોર્ટમાં અમને કોવિડ ઈન્ફેક્શન પછી Pyoderma Gangrenosum ના વિકાસ અને ત્યારપછી તેનાથી ઉત્પન્ન થનાર Genital Ulcers વિશે જાણવા મળ્યું છે. દર્દીના અંડકોષ Testicle ની બહારી ત્વચા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેના કારણે પાછળથી અંડકોષને પણ નુકસાન થયું હતું. જો કે, લાંબી સારવાર પછી ડોકટરોએ તેના અંડકોષ (Testicle) ના ઘાને સંપૂર્ણ રીતે ઠીક કરી દીધો. હવે તેને ટોયલેટ જવા માટે પણ કોઈ સમસ્યા થઈ રહી નથી. જોકે આ દરમિયાન દર્દીને ભારે પીડામાંથી પસાર થવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે