કલોલ પાસે 2.09 કરોડની લૂંટ, માત્ર 3 લોકોને હતી પૈસાની માહિતી, પોલીસની 10 ટીમ કામે લાગી

કલોલ-છત્રાલ હાઇવે પર બુધવારે સાંજે મહેસાણાની આંગડિયા પેઢીના કર્મચારીની કારે આંતરીને બે કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારૂઓને પકડવા માટે પોલીસની 10 ટીમો કામ કરી રહી છે. મળતી વિગત અનુસાર લુંટારૂઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હતા. આ ઉપરાંત તેમના બોલવાના લહેકાના આધારે પણ તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, કારમાં બે કરોડ રૂપિયાના પાર્સલ છે તે બાબતની જાણ માત્ર ત્રણ લોકોને જ હતી. તો લૂંટારૂ સુધી માહિતી કઇ રીતે પહોંચી તે દિશામાં તપાસ ચલાવાઇ રહી છે. 

કલોલ પાસે 2.09 કરોડની લૂંટ, માત્ર 3 લોકોને હતી પૈસાની માહિતી, પોલીસની 10 ટીમ કામે લાગી

ગાંધીનગર : કલોલ-છત્રાલ હાઇવે પર બુધવારે સાંજે મહેસાણાની આંગડિયા પેઢીના કર્મચારીની કારે આંતરીને બે કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારૂઓને પકડવા માટે પોલીસની 10 ટીમો કામ કરી રહી છે. મળતી વિગત અનુસાર લુંટારૂઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હતા. આ ઉપરાંત તેમના બોલવાના લહેકાના આધારે પણ તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, કારમાં બે કરોડ રૂપિયાના પાર્સલ છે તે બાબતની જાણ માત્ર ત્રણ લોકોને જ હતી. તો લૂંટારૂ સુધી માહિતી કઇ રીતે પહોંચી તે દિશામાં તપાસ ચલાવાઇ રહી છે. 

મહેસાણાની આંગડિયા પેઢીનો કર્મચારી ઇકો કારમાં 2.09 કરોડ રૂપિયા લઇને અમદાવાદ આવી રહ્યો હતો. દરમિયાન કલોલના છત્રાલ પાસે તેની કારને આંતરિને કરોડો રૂપિયાની લૂંટ આચરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર આંગડિયા પેઢીના કર્મચારીઓ બે કરોડ લઇને અમદાવાદ આવે છે તેની માહિતી માત્ર ત્રણ લોકો પાસે હતી. જેમાં ગાડીનો ડ્રાઇવર, પેઢીના કર્મચારી દિલીપ પટેલ, મહેતાજી કનુભાઇ પ્રજાપતિ અને પેઢીના શેઠ હર્ષદ પટેલનો સમાવેશ થાય છે. ત્યારે લૂંટારૂઓને તેની જાણ કેવી રીતે પડી તે અંગે તપાસ આદરી છે. 

કલોક-છત્રાલ હાઇવે રોડ પર મહેન્દ્ર સોમાભાઇ પટેલ નામની આંગડિયા પેઢીના ડ્રાઇવરની ઇકો કારને તુ ગાડીને સાઇડ કેમ નથી આપતો તેમ કહીને આંતર્યા બાદ ઘાતક હથિયારો સાથે સુમો કારમાં આવેલા પાંચ લૂટારૂઓએ 2 કરોડ 9 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. હાલ તો આ અંગે કલોલ તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. દિલીપ શાંતિલાલ પટેલ સાતેક મહિનાથી મહેન્દ્રભાઇ સોમાભાઇ પટેલની આંગડિયા પેઢીમાં 8 હજાર રૂપિયાના પગારે નોકરી કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news