Rishi Sunak Wealth: બ્રિટનના PM ની રેસમાં સૌથી આગળ, પરંતુ આ કારણથી બાજી હારી શકે ઋષિ સુનક?

Rishi Sunak Wealth: બ્રિટનના પ્રધાનમંત્રીની રેસમાં સૌથી આગળ ઋષિ સુનક માત્ર તેમની દાવેદારીને લઇને ચર્ચામાં નથી પરંતુ તેમની સંપત્તિને લઇને પણ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે તેમની સંપત્તિને જ ચૂંટણી મુદ્દો બનાવી તેમની સામાન્ય નેતાની ઇમેજ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

Rishi Sunak Wealth: બ્રિટનના PM ની રેસમાં સૌથી આગળ, પરંતુ આ કારણથી બાજી હારી શકે ઋષિ સુનક?

Rishi Sunak Wealth: પ્રધાનમંત્રી પદની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ભારતવંશી ઋષિ સુનક જો ચૂંટણી જીતે છે તો બ્રિટેન એવા 11 મો દેશ હશે જ્યાં કોઈ ભારતીય મૂળના નેતા રાષ્ટ્રાધ્યક્ષનું પદ સંભાળશે. પાંચમાં તબક્કા સુધીના વોટિંગમાં સુનકે સારી લીડ મેળવી છે અને હવે તો તેમની સંપત્તિ પણ ચર્ચાનો વિષય બની છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકનો મુકાબલો પૂર્વ વિદેશ મંત્રી લિઝ ટ્રેસથી છે. સમાચારો અનુસાર મહામારી બાદની આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા બ્રિટિશ મતદાતાઓથી જોડાવવાના રસ્તામાં હવે સુનકની સંપત્તિ અવરોધ બની રહી છે.

મીડિયામાં સંપત્તિને લઇને ચર્ચા
પૂર્વ ચાંસલર ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિની પારિવારિક સંપત્તિ તેમના ઇન્ફોસિસ શેરોથી જોડાયેલી છે. અક્ષતા ઇન્ફોસિસ ફાઉન્ડર નારાયણમૂર્તિની પુત્રી છે અને કંપનીમાં તેમની પાસે શેરની સારી ભાગીદારી છે. ચેનલ 4 ન્યુઝે ગુરુવારના ઋષિ સુનક: ઇનસાઈડ ધ ટોરી લીડરશિપ કેન્ડિડેટ્સ ફોર્ચ્યુન નામથી એક તપાસ રિપોર્ટ ટેલિકાસ્ટ કર્યો હતો. જેમાં સુનકની વિનમ્ર અને સામાન્ય નેતાની ઇમેજ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ અન્ય મીડિયા હાઉસે પણ આ મુદ્દે ઋષિ સુનક પર સવાલ ઉઠાવ્યા છે.

ઋષિ સુનકના પિતા યશવીર દ્વારા બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂના અહેવાલથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મને લાગે છે કે આર્થિક રીતથી અહીં અમારા માટે ઘણી મોટી પ્રતિબદ્ધતા હતી, કેમ કે વિનચેસ્ટર કોલેજમાં ફી સાઉથેમ્પ્ટનમાં સ્થાનિક સ્કૂલની સરખામણીમાં બમણી હતી. તે અમારા માટે ઘણી મોટી નાણાકીય સમસ્યા હતી. ચેનલ 4 ની તપાસ રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી પદ ના ઉમેદવારે 21 વર્ષની ઉંમરમાં સેન્ટ્રલ લંડનમાં 2,10,000 ગ્રેટ બ્રિટેન પાઉન્ડ (જીબીપી) ની કિંમતનો ફ્લેટ ખરીદવા માટે તેમના માતા-પિતા પાસેથી વ્યાજમુક્ત લોન લીધી હતી અને આજે લગભગ તેની કિંમત 7,50,000 જીબીપી છે.

રિચ લિસ્ટમાં સામેલ સુનક દંપતિ
ચેનલ 4 એ કહ્યું કે સુનકે આ વાતનો ઇનકાર કર્યો નથી કે તેમણે ટેક્સ હેવન દેશોમાં સંપત્તિઓ મેળવી અને તેમની પાસે જે પણ સંપત્તી હતી તે અમેરિકન ટેક્સ આધિન છે. જેની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી હતી. ટેક્સ હેવન દેશ તેમને કહેવામાં આવે છે જ્યાં અન્ય દેશોની સરખામણીમાં ટેક્સ ઘણો ઓછો છે અથવા બિલકુલ ટેક્સ લાગતો નથી. ચેનલના રિપોર્ટ અનુસાર એવા કોઈ સૂચન નથી કે સુનકે કંઈપણ ગેરકાયદેસર કામ કર્યું હોય.

ચેનલના સમાચાર અનુસાર વર્ષ 2009 થી સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં એક ભવ્ય ઘરમાં રહે છે. જેનું ભાડું 19,500 ડોલર પ્રતિ માસ છે. સન્ડે ટાઈમ્સના સિપોર્ટ અનુસાર સુનક દંપતિનું નામ રિચ લિસ્ટમાં પણ આવી ચૂક્યું છે અને તેમની પાસે લગભગ 430 મિલિયન પાઉન્ડની ખાનગી મિલકત હોવાનું કહેવાય છે. એવામાં તે બ્રિટેનની મહારાણીથી પણ વધારે અમીર છે કેમ કે, તેમની સંપત્તિ 350 મિલિયન પાઉન્ડની આસપાસ છે. જો સુનક અને તેમની પત્નીની કુલ સંપત્તિને જોડવામાં આવે તો તે 730 મિલિયન યુરોના આંકડાને પાર કરે છે.

આ ઉપરાંત અચલ સંપત્તિના મામલે પણ સુનક ઘણા આગળ છે અને દંપતિ પાસે 15 મિલિયન યુરો કિંમતના ચાર ભવ્ય ઘર છે. તેમાં લંડનમાં બે ઘર, એએક યોર્કશાયર અને એક લોસ એન્જેલિસમાં ઘર છે. આ ઉપરાંત સાંસદ અને ચાન્સલર તરીકે તેમનો પગાર પણ લગભગ 1.5 લાખ પાઉન્ડ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news