Russia Ukraine Ceasefire: રશિયાએ યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી, ફસાયેલા લોકોને કાઢવા માટે લીધો નિર્ણય

રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને યુક્રેન છોડવામાં મદદ માટે બે શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી છે. 
 

Russia Ukraine Ceasefire: રશિયાએ યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી, ફસાયેલા લોકોને કાઢવા માટે લીધો નિર્ણય

કીવઃ રશિયાએ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મારિયોપોલ અને વોલ્વોનોખા નામના બે સ્થળોએ ગ્રીન કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. હવે ભારતીયોને બહાર કાઢવાની દિશામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યુદ્ધવિરામ ભારતીય સમય પ્રમાણે 11.30 કલાકથી અમલમાં આવશે. જોકે આ બંને વિસ્તારોમાં ભારતીયોની સંખ્યા ઘણી ઓછી છે. એવું માનવામાં આવે છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત બાદ આ કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ છે.

રશિયાએ જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામ 11.30 વાગ્યે શરૂ થશે, જે માનવતાના ધોરણે કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકોને ત્યાંથી જવાની તક મળી શકે. રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'આજે 5 માર્ચે મોસ્કોના સમય મુજબ સવારે 10 વાગ્યે, રશિયન પક્ષ યુદ્ધવિરામ કરવા જઈ રહ્યું છે. રશિયા મારિયોપોલ અને વોલ્વોનોખામાં માનવતાવાદી કોરિડોર ખોલવા જઈ રહ્યું છે.

યુક્રેનમાં 3,700 ભારતીય નાગરિકો બંધક છેઃ રશિયા
રશિયન સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે યુક્રેનિયન પક્ષ પણ આ માનવતાવાદી કોરિડોર અને યુદ્ધવિરામ માટે સંમત છે. અગાઉ, રશિયાએ યુક્રેનિયન નાગરિકો પર તેમના વિવિધ શહેરોમાં 3,700 થી વધુ ભારતીય નાગરિકોને બળજબરીથી બંધક બનાવવાનો આરોપ મૂક્યો હતો. રશિયાએ એમ પણ કહ્યું હતું કે તેની સેના વિદેશી નાગરિકોના શાંતિપૂર્ણ સ્થળાંતર માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

રશિયાના સ્થાયી પ્રતિનિધિ વેસિલી નેબેન્ઝિયાએ કહ્યું કે યુક્રેનમાં ઉગ્રવાદીઓ પશ્ચિમી સુરક્ષા ભોગવે છે. "યુક્રેનિયન રાષ્ટ્રવાદીઓ દ્વારા બળજબરીથી બાનમાં લેવામાં આવતા વિદેશી નાગરિકોની સંખ્યા આશ્ચર્યજનક છે," તેમણે કહ્યું. ખાર્કિવમાં ભારતના 3,189 નાગરિકો, વિયેતનામના 2,700 નાગરિકો, ચીનના 202 નાગરિકોનો સમાવેશ થાય છે. સુમીમાં 576 ભારતીય નાગરિકો, 101 ઘાનાના અને 121 ચીની નાગરિકોનો સમાવેશ થાય છે.

ભારતે યુક્રેન અને રશિયા પાસે નાગરિકોને બહાર કાઢવા માટે સીઝફાયરની જાહેરાત કરવાની માંગ કરી હતી. હજુ મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, જેને તત્કાલ મદદની જરૂર છે. મહત્વનું છે કે પીએમ મોદીએ આ માટે પુતિન સાથે વાત પણ કરી હતી. ભારત સરકારના ચાર મંત્રીઓ યુક્રેનના સરહદી દેશોમાં છે, ત્યાંથી તેઓ ભારતીયોને પરત મોકલવાની વ્યવસ્થા કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news