અમેરિકામાં ભયનો માહોલઃ ઓબામા, ક્લિન્ટનના ઘરે શંકાસ્પદ પાર્સલ મોકલાયા, CNN ઓફિસ ખાલી કરાવાઈ

બંને નેતાઓના ઘરેથી મળેલા પાર્સલમાં શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેને ડિફ્યુઝ કરાઈ હતી, હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી, અમેરિકાની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર 

અમેરિકામાં ભયનો માહોલઃ ઓબામા, ક્લિન્ટનના ઘરે શંકાસ્પદ પાર્સલ મોકલાયા, CNN ઓફિસ ખાલી કરાવાઈ

ન્યુયોર્કઃ બુધવારે અમેરિકાની ટીવી ન્યૂઝ ચેનલની ન્યુયોર્કમાં આવેલી બ્યુરો ઓફિસને તાત્કાલિક ધોરણે ખાલી કરીને સંપૂર્ણ ઓફિસમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ-હિલેરી ક્લિન્ટનના ન્યુયોર્ક શહેરમાં આવેલા ઘરમાં 'શંકાસ્પદ પાર્સલ' મળ્યાની ઘટના બાદ CNN ઓફિસમાં પણ સલામતીને ખાતર તપાસ હાથ ધરાઈ હતી. 

આ અગાઉ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ત્યાં એક 'શંકાસ્પદ વિસ્ફોટક ડિવાઈસ' ધરાવતું પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને આવું જ અન્ય પાર્સલ હિલેરી-બિલ ક્લિન્ટનના ન્યુયોર્ક શહેરમાં પણ મોકલવામાં આવ્યું હતું. 

ન્યુયોર્કના સબ-અર્બન વિસ્તારમાં આવેલા હિલેરી-બિલ ક્લિન્ટનના ચાપાક્વા ઘરમાં ટપાલ બોક્સ ચેક કરતા કર્મચારીને આ શંકાસ્પદ ડિવાઈસ રૂટિન ચેકઅપ દરમિયાન મળી આવ્યું હતું. 

આ વિસ્ફોટક ડિવાઈસનું ચોક્કસ લોકેશન તો ખબર પડી નથી, પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અગાઉ સોમવારે અબજપતિ ફિલેનથ્રોપિસ્ટ જ્યોર્જ સોરોસના ઘરે મળી આવેલા વિસ્ફોટક જેવું જ આ સાધન હતું. 

આ બોમ્બ મોકલવાનો હજુ સુધી કોઈએ દાવો કર્યો નથી કે તેનો હેતુ શું હતો તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

બુધવારે સવારે બંને નેતાઓના ઘરે આ શંકાસ્પદ બોમ્બ મળી આવ્યો હતો. આ અગાઉ, મંગળવારે ન્યુયોર્કમાં જ જ્યોર્જ સોરોસ નામના અબજપતિના ઘરે પણ આવા જ વિસ્ફોટકો ધરાવતું પાર્સલ મળ્યું હતું. FBI આવા પાર્સલ મોકલનાર વ્યક્તિ અંગે તપાસ કરી રહી છે. 

બોમ્બ ડિસ્પોઝલ સક્વોડ દ્વારા જંગલ વિસ્તારમાં લઈ જઈને આ વિસ્ફોટકને ડિફ્યુઝ કરાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news