સરકાર સાથે બેઠક બાદ તલાટીઓએ 3 નવેમ્બર સુધી હડતાળ સમેટવાનો લીધો નિર્ણય
મહત્વનું છે કે રાજ્યભરમાં તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ કરી રહ્યાં હતા.
Trending Photos
ગાંધીનગરઃ ગ્રેડ પે સુધારવા સહિત અન્ય વણઉકેલાયેલાં પ્રશ્નોના મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ગુજરાતના તલાટીઓએ હાલ પૂરતી હડતાળ સમેટી લીધી છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તલાટી આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં સમાધાનકારી મુદ્દાઓ અને માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં ગણપત વસાવા અને ઈશ્વર પરમાર પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ 31મી ઓક્ટોબર સુધી હડતાળ પાછી ખેંચવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને લઈને તલાટી આગેવાનોએ 3 નવેમ્બર સુધી સરકારને કામગીરી કરવાની મુદત આપી છે. સાથે 3 નવેમ્બર સુધી નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે