British PM પદની દોડમાં ઋષિ સુનકને આંચકો, નવા સર્વેમાં આગળ નિકળી આ મહિલા

જોકે સુનક સંસદીય દળના મનપસંદ રહ્યા છે. તેમણે ટોરી (કૉંઝર્વેટિવ પાર્ટી) સાંસદોમાં ટ્રસના 113 ના મુકાબલે 137 વોટ જીત્યા છે. સુનક દ્વારા નાણામંત્રીના પદેથી રાજીનામું આપ્યા બાદ જ દબાણમાં આવીને જોનસનને રાજીનામું આપવું પડ્યું હતું. 

British PM પદની દોડમાં ઋષિ સુનકને આંચકો, નવા સર્વેમાં આગળ નિકળી આ મહિલા

British PM Race: બ્રિટનના પીએમ પદની રેસમાં વિદેશ સચિવ લિસ ટ્રસ બ્રિટીશ-ભારતીય પૂર્વ મંત્રી ઋષિ સુનકથી આગળ નિકળી ગઇ છે. નવા ‘YouGov’ સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુસાર ટ્રસે 28 વોટથી બઢત બનાવી છે. ગુરૂવારે (21 જુલાઇ)એ , કૉંઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ બોરિસ જોનસનને બદલવાની દોડમાં સનક અને ટ્રસ બંને પાર્ટીના નેતૃત્વ સ્પર્ધાના અંતિમ તબક્કામાં મોકલવા માટે મતદાન કર્યું હતું.

‘YouGov’ સર્વે અનુસાર તેમાંથી એકને હવે 4 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી ચાલનાર મતદાનમાં પાર્ટી સભ્યો દ્વારા આગામી પીએમના રૂપમાં ચૂંટવામાં આવશે. ‘YouGov’ એક પ્રમુખ બ્રિટિશ ઇન્ટરનેટ-બેસ્ડ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, આંકડાથીક ખબર પડે છે કે 46 વર્ષીય ટ્રસ 42 વર્ષીય પૂર્વ ચાંસલર પર 19 પોઇન્ટથી બઢત બનાવી લેશે. હવે અંતિમ બે ઉમેદવારની જાહેરાત થતાં અને ગ્રીષ્મકાલીન અભિયાન શરૂ થવાની સાથે, ટોરી સભ્યોના એક નવા ‘YouGov’ સર્વેથી જાણવા મળ્યું છે કે ટ્રસે પોતાનો મજબૂત લાભ યથાવત રાખ્યો છે. 

શું કહે છે સર્વે?
સર્વે બુધવારે અને ગુરૂવારે કૉંઝર્વેટિવ પાર્ટીના 730 સભ્યોમાં કરવામાં આવ્યો. 62 ટકા સભ્યોએ કહ્યું કે તે ટ્રસને વોટ આપશે અને 38 ટકાએ સુનકને ચૂંટ્યા. તેમાં તે લોકો સામેલ નથી જેમણે કહ્યું કે તે વોટ નહી આપે અથવા તે જાણતા નથી. 

ટ્રસે 24 ટકા પોઇન્ટ (Percentage Point Lead) ની બઢત પ્રાપ્ત કરી છે જે બે દિવસ પહેલાં 20 પોઇન્ટની બઢતથી વધુ છે. 

ક્યાં મળી સુનકને બઢત?
સ્કાઇ ન્યૂઝે જણાવ્યું કે ટ્રસે પુરૂષો અને મહિલાઓ વચ્ચે બ્રેક્સિટ (Brexit) ને વોટ આપનાર દરેક આયુ વર્ગમાં સનકને હરાવ્યા. એકમાત્ર શ્રેણી જ્યાં સનકે ટ્રસે હરાવ્યું, 2016 મતદારાઓમાંથી છે.

જોકે સુનક સંસદીય દળના મનપસંદ રહ્યા છે. તેમણે ટોરી (કૉંઝર્વેટિવ પાર્ટી) સાંસદોમાં ટ્રસના 113 ના મુકાબલે 137 વોટ જીત્યા છે. સુનક દ્વારા નાણામંત્રીના પદેથી રાજીનામું આપ્યા બાદ જ દબાણમાં આવીને જોનસનને રાજીનામું આપવું પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news