પાકિસ્તાનમાં 25 વર્ષનાં શીખ યુવકની હત્યા, લગ્ન માટે હાલમાં જ મલેશિયાથી આવ્યો હતો
પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહેબ ગુરૂદ્વારા પર કટ્ટરપંથીઓનાં ટોળા દ્વારા હુમલાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યાં બીજી તરફ પેશાવરમાં રવિવારે એક શીખ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. રવિંદર સિંહ નામનો શીખ યુવક મલેશિયાથી હાલમાં જ લગ્ન માટે પાકિસ્તાન પરત ફર્યો હતો. ભારતે તેની આકરી નિંદા કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, રવિંદર સિંહ ખેબર પખ્તુનવાં પ્રાંતના શાંગલા જિલ્લાનાં રહેવાસી હતા, અને પેશાવરમાં તેઓ પોતાની લગ્ન માટે ખરીદી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદના અઠવાડીયે જ તેમનાં લગ્ન થવાનાં હતા.
Trending Photos
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહેબ ગુરૂદ્વારા પર કટ્ટરપંથીઓનાં ટોળા દ્વારા હુમલાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યાં બીજી તરફ પેશાવરમાં રવિવારે એક શીખ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. રવિંદર સિંહ નામનો શીખ યુવક મલેશિયાથી હાલમાં જ લગ્ન માટે પાકિસ્તાન પરત ફર્યો હતો. ભારતે તેની આકરી નિંદા કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, રવિંદર સિંહ ખેબર પખ્તુનવાં પ્રાંતના શાંગલા જિલ્લાનાં રહેવાસી હતા, અને પેશાવરમાં તેઓ પોતાની લગ્ન માટે ખરીદી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદના અઠવાડીયે જ તેમનાં લગ્ન થવાનાં હતા.
S. Ravinder Singh, One More Sikh killed by Pakistanis in Peshawar, Pakistan. @narendramodi Ji @AmitShah Ji I request Govt to raise this issue on International Level,Amend CAA & offer Citizenship to all Sikhs & Hindus of Pakistan who want to to India to save their life & Religion pic.twitter.com/cuwspMClZN
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 5, 2020
પેશાવર પોલીસે કેસ દાખલ કર્યો
પોલીસે આ મુદ્દે કેસ દાખલ કર્યો છે. પેશાવર પોલીસે જણાવ્યું કે, 25 વર્ષનાં શીખ યુવક રવિંદર સિંહની પેશાવરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવાઇ હતી. આજે ચમકની પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેનું શબ મળી આવ્યું હતું. આ મુદ્દે તપાસ ચાલી રહી છે. શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યું છે.
SSP Operations Peshawar: Ravinder Singh, a 25-year-old Sikh man was killed by unidentified persons in Peshawar. The body was found under Chamkani police station area, today. Investigation is on into the matter. #Pakistan https://t.co/Z5PEMeDyyn pic.twitter.com/wK9Y1mbdGO
— ANI (@ANI) January 5, 2020
ભારતે નિંદા કરી
વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે નિવેદન બહાર પાડીને પાકિસ્તાનના પેશાવરમાં લઘુમતી શીખ સમુદાયનાં સભ્યોને નિશાન બનાવીને કરવામાં આવી રહેલી હત્યાઓની નિંદા કરી છે.
મરાયેલા યુવકનાં ભાઇની પાકિસ્તાન સરકાર પાસે ન્યાયની માંગ
મરાયેલા યુવકનાં ભાઇએ પાકિસ્તાન સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. તેમણે કહ્યું કે, અમારી અહીં કેસ દબાવી દેવામાં આવે છે. પાકિસ્તાન સરકારને લઘુમતીની સુરક્ષા માટે હજારો, લાખો, કરોડોનું ફંડિગ આવે છે. પરંતુ લઘુમતી ત્યારે પણ અસુરક્ષીત છે. તેમણે કહ્યું કે, ક્યારેક પેશાવરમાં તો લઘુમતીઓની હત્યાઓનો સિલસિલો ચાલ્યા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે