ઈન્ડોનેશિયાઃ અલ્પસંખ્યક ઈસાઈયોને લીધા નિશાને, આત્મઘાતી હુમલામાં 11ના મોત
ઈન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયામાં મોટરસાઇકલ સવાર આત્મઘાતી હુમલાખોરોએ ત્રણ ચર્ચમાં ધડાકા કર્યા. આ દરમિયાન 11 લોકોના મોત થયા અને ડઝનથી પણ વધુ લોકોને ઈજા થઈ છે.
Trending Photos
સુરાબયાઃ ઈન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયામાં મોટરસાઇકલ સવાર આત્મઘાતી હુમલાખોરોએ ત્રણ ચર્ચમાં ધડાકા કર્યા. આ દરમિયાન 11 લોકોના મોત થયા અને ડઝનથી પણ વધુ લોકોને ઈજા થઈ છે. હાલના સમયમાં અલ્પસંખ્યક ઈસાઈયોને નિશાન બનાવીને કરવામાં આવેલો આ ભીષણ હુમલો હતો. આત્મઘાતી હુમલામાં એક બાળકને લઈને મહિલા પણ સામેલ હતી. પોલીસ પ્રવક્તા ફ્રાન્સ બારુંગ માંગેરાએ ઘટનાસ્થળે હાજર પત્રકારોને જણાવ્યું કે પ્રથમ હુમલો સુરાબયામાં સાંતા મારિયા રોમન કેથોલિક ચર્ચમાં થયો. તેમાં ચાર લોકોના મોત થયા જેમાં એક કે તેનાથી વધુ હુમલાખોર સામેલ હતા.
હુમલામાં બે પોલીસકર્મિ સહિત 41 લોકો ઈજાગ્રસ્ત
તેમણે કહ્યું કે આ હુમલામાં ઈજાગ્રસ્તોમાં કુલ 41 લોકોમાં બે પોલીસકર્મિ પણ છે. માનગેરાએ કહ્યું કે, તેની થોડી મિનિટ બાદ દીપોનેગોરોના ક્રિશ્ચન ચર્ચમાં બીજો ધડાકો થયો. ત્રીજો ધડાકો શહેરના પંટેકોસ્ટા ચર્ચમાં થયો. માનગેરાએ કહ્યું કે, આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જોકો જોકોવી વિદોદો પણ પૂર્વી જાવા પ્રાંતની રાજધાની સુરાબયા પહોંચ્યા છે.
આ 2000માં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર ચર્ચો પર થયેલા હુમલા બાદ સૌથી ભીષણ હુમલો છે. તે હુમલામાં 15 લોકોના મોત અને 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈન્ડોનેશિયામાં ધાર્મિક અલ્પસંખ્યકો અને ખાસ કરીને ઈસાઈયોને વારંવાર નિશાન બનાવવામાં આવે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે બોમ્બ ધડાકાને ઓછામાં ઓછા પાંચ હુમલાખોરોએ અંજામ આપ્યો જેમાં બુરકો પહેરીને મહિલા અને તેની સાથે બાળક પણ હતું.
એક પ્રયત્ક્ષદર્શીએ બાળકની સાથે મહિલા વિશે જણાવ્યું
મીડિયા સાથે વાતચીત માટે સત્તાવાર નહીં હોવાને કારણે અધિકારીએ નામ જાહેર ન કર્યું. એક પ્રત્યેક્ષદર્શીએ બાળકની સાથે આવેલી મહિલા વિશે કહ્યું કે, તે દીપાનેગોરો ચર્ચમાં બે બેગ લઈને આવી હતી. એન્ટોનિયસ નામના એક ગાર્ડે જણાવ્યું, અધિકારીઓએ પહેલા તેને ચર્ચમાં જતા રોકી પરંતુ મહિલા અંદર જતી રહી અને અચાનક તેણે એક નાગરિકને ગળે લગાવ્યો અને ત્યારે ધડાકો થયો. સાંતા મારિયા ચર્ચમાં કાંચ અને કોંક્રિટનો કાટમાળ વિખરાયેલો હતો અને પોલીસકર્મિઓએ આ ઈમારતને સીલ કરીને રાખી હતી.
ઈન્ડોનેશિયા ચર્ચ એસોસિએશને હુમલાની કરી નિંદા
ઈન્ડોનેશિયા ચર્ચ એસોસિએશને હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા સેત્યો વાસિસ્તોએ જાહેરાત કરી કે પોલીસે રવિવારે સવારે પશ્ચિમી જાવામાં ચાર સંદિગ્ધોને ઠાર કર્યા અને બેની ધરપકડ કરી હતી. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ અભિયાન ચર્ચ પર થયેલા હુમલા સાથે જોડાયેલું છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે