દુનિયાના એવા દેશો જ્યાં છોકરો-છોકરો અને છોકરી-છોકરી એકબીજા સાથે કરી શકે છે લગ્ન, કાયદેસરની છે પરવાનગી

સુપ્રીમ કોર્ટે મંગળવારે સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવવા અંગેની અરજીઓની બેચની સુનાવણી શરૂ કરી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ, તે કયા દેશો છે, જ્યાં સમલૈંગિક લગ્ન પહેલાથી જ કાયદેસર માનવામાં આવે છે.

દુનિયાના એવા દેશો જ્યાં છોકરો-છોકરો અને છોકરી-છોકરી એકબીજા સાથે કરી શકે છે લગ્ન, કાયદેસરની છે પરવાનગી

નવી દિલ્હીઃ Same Sex Marriage In India: એક તરફ આપણા દેશમાં સમલૈંગિક લગ્નને લઈને આટલું બધું થઈ રહ્યું છે તો બીજી તરફ એવા ઘણા દેશો છે જે સમલૈંગિક લગ્નને મંજૂરી આપે છે અને તેને માન્ય માને છે. જો સમલૈંગિક લગ્નને કાયદેસર રીતે મંજૂરી આપવામાં આવે તો આ નિર્ણયથી ભારત પણ આ દેશોની યાદીમાં આવી જશે. તમને તે દેશોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સમલૈંગિક લગ્નની છૂટ છે.

દુનિયાના આ 34 દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નો માન્ય છે
01. ક્યુબા
02. એન્ડોરા
03. સ્લોવેનિયા
04. ચિલી
05. સ્વિટ્ઝર્લૅન્ડ
06. કોસ્ટા રિકા
07. ઑસ્ટ્રિયા
08. તાઈવાન
09. એક્વાડોર
10. બેલ્જિયમ
11. બ્રિટન
12. ડેનમાર્ક
13. ફિનલેન્ડ
14. ફ્રાન્સ
15. જર્મની
16. આઇસલેન્ડ
17. આયર્લેન્ડ
18. લક્ઝમબર્ગ
19. માલ્ટા
20. નોર્વે
21. પોર્ટુગલ
22. સ્પેન
23. સ્વીડન
24. મેક્સિકો
25. દક્ષિણ આફ્રિકા
26. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
27. કોલંબિયા
28. બ્રાઝિલ2
29. આર્જેન્ટિના
30. કેનેડા
31. ન્યૂઝીલેન્ડ
32. નેધરલેન્ડ
33. પોર્ટુગલ
34. ઉરુગ્વે

ક્યાંક કોર્ટના નિર્ણય પછી તો ક્યાંક કાયદો બનાવીને મળી માન્યતા 
2001માં નેધરલેન્ડે સૈપ્રથમ સમલૈંગિક લગ્નને માન્યતા આપી.  જ્યારે, તાઇવાન એશિયાના દેશોમાં તેને સ્વીકારનાર પ્રથમ દેશ હતો. આ 34 દેશોમાંથી 23 દેશોએ કાયદો બનાવીને સમલૈંગિક યુગલોને લગ્ન કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટના નિર્ણયથી 10 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી. કોર્ટના નિર્ણયને પગલે દક્ષિણ આફ્રિકા અને તાઈવાનમાં પણ કાયદો બનાવવામાં આવ્યો હતો.

કેટલા દેશોમાં સમલૈંગિકતા ગેરકાનૂની છે?
લગભગ પાંચ દેશોમાં સજાતીય સંબંધો માટે મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે. આ દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને મોરિટાનિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. 71 દેશોમાં સમલૈંગિક સંબંધો અથવા અકુદરતી સંબંધો વિવિધ પ્રકારના અપરાધોની શ્રેણીમાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news