OMG.. શાળાના એક યુનિફોર્મની કિંમત 49,320 રૂ., શાળાએ રાખવા પડ્યા ગાર્ડ્સ

જાપાનમાં એક શાળા એવી પણ છે જ્યાંના વિદ્યાર્થીઓના એક યુનિફોર્મની કિંમત લગભગ 50,000 રૂપિયા થવા જાય છે.

OMG.. શાળાના એક યુનિફોર્મની કિંમત 49,320 રૂ., શાળાએ રાખવા પડ્યા ગાર્ડ્સ

નવી દિલ્હી: શાળાઓમાં છાશવારે વધતી જતી ફી અને અલગ અલગ કારણોસર વધતા નાણાકીય ભારને લઈને ભારતમાં માતા પિતાના વિરોધના અહેવાલો સામે આવતા રહે છે. જેને લઈને ભારતની અનેક રાજ્ય સરકારોએ કડક નિયમો કરી દીધા છે. પરંતુ જાપાનમાં એક શાળા એવી પણ છે જ્યાંના વિદ્યાર્થીઓના એક યુનિફોર્મની કિંમત લગભગ 50,000 રૂપિયા થવા જાય છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે શાળાએ પોતાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે ગાર્ડ્સ તહેનાત કરવા પડ્યા છે.

ટોક્યોના પ્રસિદ્ધ તેઈમેઈ એલીમેન્ટ્રી શાળાએ હાલમાં જ સ્ટુડન્ટ્સના યુનિફોર્મમાં ફેરફાર લાવવાનું વિચારતા લક્ઝરી બ્રાન્ડ અરમાની પાસે યુનિફોર્મ ડિઝાઈન કરાવ્યો હતો. અરમાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોવાના કારણે યુનિફોર્મની કિંમત જ 80,000 યેન એટલે કે લગભગ 50,000 રૂપિયા છે.

બદમાશોના નિશાન પર બાળકો
મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા યુનિફોર્મના કારણે બદમાશોના નિશાન પર આવી ગયા છે શાળાના બાળકો. ગત દિવસોમાં એવા અનેક મામલાઓ સામે આવ્યાં જેમાં વિદ્યાર્થીઓને રસ્તામાં પકડીને તેમની પાસેથી યુનિફોર્મ પડાવવાની કોશિશ કરવામાં આવી. કેટલાક કેસોમાં શાળાના બાળકોને રસ્તે ચાલતા લોકોએ પકડીને તેમના યુનિફોર્મ અંગે પૂછપરછ કરવાનું શરૂ કરી દીધુ.

આ બધી ઘટનાઓ અને વાલીઓ તરફથી ફરિયાદ મળ્યા બાદ હવે તેઈમેઈ એલીમેન્ટ્રી શાળાએ ગાર્ડ્સ તહેનાત કરવા પડ્યા છે. આ ગાર્ડ્સની એક ટીમ શાળાની આસપાસના રસ્તાઓ ઉપર પણ જાય છે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈ ગુંડા બદમાશનો શિકાર ન બને.

યુનિફોર્મને લઈને શાળાની થઈ રહી છે ખુબ ટીકાઓ
ફેબ્રુઆરી 2018માં લાગુ કરવામાં આવેલા આ 80,000 યેનની અરમાનીની ડિઝાઈનવાળો યુનિફોર્મને લઈને શાળાની ચારેબાજુ ટીકાઓ થઈ રહી છે. લોકોએ આ પગલાંને ખોટું ગણાવતા બાળકો પર તેની ખરાબ અસર પડશે તેમ જણાવ્યું. જો કે શાળા પ્રશાસને આ અંગે નિવેદન આપ્યું હતું કે યુનિફોર્મ તમામ બાળકોએ ખરીદવો જરૂરી નથી. શાળાની આ સ્પષ્ટતા પર શિક્ષા જાણકારોએ કહ્યું હતું કે અરમાની યુનિફોર્મ પહેરનારા બાળકોને જોઈને તેને ન ખરીદી શકનાર બાળકોમાં હિનભાવના પેદા થઈ શકે છે. જેને લઈને પ્રભાવિત સ્ટુડન્ટ્સના માતા-પિતાએ પણ મુશ્કેલીઓ સહન કરવી પડશે.

ત્યારબાદ શાળાએ અરમાની ડિઝાઈન્ડ યુનિફોર્મનું સસ્તુ વર્ઝન લાવવાની પણ વાત કરી હતી. જેથી કરીને બીજા બાળકો પણ તેને ખરીદી શકે. પરંતુ આ પગલાંથી પણ લોકો ખુશ જોવા મળ્યા નહીં અને તેઓ હજુ પણ શાળાના યુનિફોર્મને લઈને લેવાયા ફેસલાની ટીકા કરતા જોવા મળી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news