ત્રિપુરામાં જીત સાથે PM નરેન્દ્ર મોદીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, ઈન્દિરા ગાંધીને પાછળ છોડી

જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી છેલ્લા 4 વર્ષમાં 21 ચૂંટણી યોજાઇ છે. જેમાંથી બીજેપીએ 14 રાજ્યોમાં જીત મેળવી છે. 

 

 ત્રિપુરામાં જીત સાથે PM નરેન્દ્ર મોદીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, ઈન્દિરા ગાંધીને પાછળ છોડી

ત્રિપુરામાં બીજેપીની ઐતિહાસિક સફળતા પાછળ વડાપ્રધાન મોદીનું દમદાર ચૂંટણિ અભિયાન અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી રણનીતિને મુખ્ય રૂપથી જવાબદાર માનવામાં આવે છે. આ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રમાં સત્તા આવ્યાના 4 વર્ષ બાદ મોદી લહેરમાં ઘટાડો થયો નથી. આ કહેવું એટલા માટે જરૂરી છે કે ગુજરાત ચૂંટણી અને રાજસ્થાન-મધ્યપ્રદેશ  પેટાચૂંટણીમાં બીજેપીને અપેક્ષિત પરિણામ ન મળવાને કારણે તે વાત કરવામાં આવતી કે મોદીનો જાદુ ફીક્કો પડ્યો છે. તેથી અલગ પીએમ મોદીના નેતૃત્વમાં બીજેીએ ત્રિપુરામાં શૂન્યથી સત્તા સુધીની સફર ખેડી છે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રાજનીતિના ઇતિહાસમાં ચૂંટણી સફળતા મેળવવાના મામલે પીએમ મોદી સૌથી તાકાતવાર નેતા છે. 

સૌથી તાકાતવાર નેતા
દૈનિક ભાસ્કરની એક રિપોર્ટ અનુસાર જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી ચાર વર્ષમાં 21 ચૂંટણી યોજાઇ છે. તેમાંથી બીજેપીએ 14 રાજ્યોમાં જીત મેળવી છે. આ પ્રકારની ચૂંટણી સફળતા આ પહેલા ઈન્દિરા ગાંધીના નામે નોંધાયેલી હતી. ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 4 વર્ષમાં 19 ચૂંટણી યોજાઇ હતી. તેમાંથી 13 રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી સફળતા મેળવી હતી. આ પ્રમાણે ચૂંટણી જીત મામલામાં પીએમ મોદી ઈન્દિરા ગાંધીથી શક્તિશાળી રાજનેતા સાબિત થયા છે. 

પીએમ મોદી પર વિશ્વાસ કાયમ
આ સાથે ત્રિપુરાના ચૂંટણી પરિણામો જણાવે છે કે પીએમ મોદીની અપીલ અને તેમના વિકાસના વચનો પર લોકોને હજુપણ વિશ્વાસ છે. સામાન્ય રીતે સત્તામાં આવ્યા બાદ રાજનેતાઓની લોકપ્રિયતામાં ઘટાડો તે માટે થાય છે કે, તે વચનો આપે છે, અને અપેક્ષિત પરિણામ ન આપવાથી તેની છબી પર અસર પડે છે. તેનાથી ઉલ્ટુ વડાપ્રધાનની ઈમેજ જારી છે કારણ તે તેમના કહ્યા અને કરવામાં લોકોને વિશ્વાસ કાયમ છે. 

જે બીજેપીને ત્રિપુરામાં 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ખાતુ પણ ખૂલ્યું ન હતું અને 50માંથી 49 ઉમેદરાવોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. પીએમ મોદીએ 2014માં કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ બીજેપીની આગેવાનીમાં કુશળ ચૂંટણી અભિયાન ચલાવીને ચલો પલટાઇની સાથે 25 વર્ષથી સત્તામાં રહેલા લેફ્ટને માત આપી. આ પીએમ મોદીનું કરિશ્માઇ નેતૃત્વ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની શાનદાર ચૂંટણી રણનીતિને કારણે સંભવ થયું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news