પોતાની વ્યથા રજૂ કરતા-કરતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હાર્દિક પંડ્યા


રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનો ગ્રેડ-પે વધારવાની માંગ સાથે ધરણા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસકર્મીઓએ આંદોલન શરૂ કર્યું છે. 

પોતાની વ્યથા રજૂ કરતા-કરતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હાર્દિક પંડ્યા

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના પગથિયા પર એક પોલીસ કર્મચારી ધરણા પર બેઠો હતો. વિધાનસભામાં ધરણા પર બેસીને પોતાની વ્યથા રજૂ કરતા હાર્દિક પંડ્યા નામનો હેડ કોન્સ્ટેબલ રડી પડ્યો હતો. હાર્દિક પંડ્યા નામનો હેડ કોન્સ્ટેબલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ત્યારબાદ સેક્ટર 7 પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગ્રેડ-પે વધારવાની માંગ
રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સરકાર પાસે ગ્રેડ-પે વધારવાની માંગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ પોલીસકર્મીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અનેક પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકાર પાસે ગ્રેડ-પે વધારવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદના બાપુનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા. તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરતા રડવા લાગ્યા હતા. 

ગૃહરાજ્ય મંત્રીએ આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર ગ્રેડ-પે મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, જે કોઈ મુદ્દા છે તે અમારા ધ્યાને આવ્યા છે. તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જરૂરી પરિબળો સાથે ચર્ચા કર્યા બાદ સકારાત્મક પગલા લેવાશે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમે આ મુદ્દાને પોઝિટિવ જોઈશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news