લંડન: બ્રિટિશ સંસદની બહાર આતંકી હુમલો, 3 લોકો ઘાયલ 

બ્રિટનમાં સંસદની બહાર એક આતંકી હુમલામાં આજે એક વ્યક્તિએ પૂરપાટ ઝડપે કાર પગપાળા જઈ રહેલા લોકો અને સાઈકલસવારો પર ચડાવી દીધી.

લંડન: બ્રિટિશ સંસદની બહાર આતંકી હુમલો, 3 લોકો ઘાયલ 

લંડન: બ્રિટનમાં સંસદની બહાર એક આતંકી હુમલામાં આજે એક વ્યક્તિએ પૂરપાટ ઝડપે કાર પગપાળા જઈ રહેલા લોકો અને સાઈકલસવારો પર ચડાવી દીધી. કારે સુરક્ષા અવરોધોને તોડી નાખ્યા હતાં. આ હુમલામાં 3 લોકો ઘાયલ થયાં. મધ્ય લંડન સ્થિત બ્રિટિશ સંસદ ભવનની પાસે ગત વર્ષ માર્ચ બાદ આ બીજો આતંકી હુમલો છે. જેની તપાસ સ્કોટલેન્ડ યાર્ડની એન્ટી ટેરિરિસ્ટ સ્કોડ કરી રહી છે. 

એક વ્યક્તિની ધરપકડ
આતંકી હુમલા બાદ શંકાના આધારે લગભગ 28-29 વર્ષના એક યુવકની ધરપકડ કરાઈ છે. મેટ્રોપોલિટન પોલીસના સહાયક આયુક્ત અને એન્ટી ટેરેરિસ્ટ અભિયાનોના પ્રમુખ અધિકારી ભારતીય મૂળના નીલ બસુએ કહ્યું કે પોલીસ વ્યક્તિની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ તે પોલીસને સાથ આપતો નથી. 

અધિકારીઓએ સ્વીકાર્યું કે આ આતંકી ઘટના
બસુએ કહ્યું કે અમારી પ્રાથમિકતા શંકાસ્પદની ઔપચારિક રીતે ઓળખ સ્થાપિત કરવાની અને ઘટનાના કારણો તપાસવાની છે. હાલ તે સહયોગ કરી રહ્યો નથી. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈને હાલ લંડનવાસીઓમાં અને બ્રિટનમાં કોઈ ખતરો હોવાની ગુપ્ત માહિતી નથી. બસુએ કહ્યું કે આ જાણી જોઈને કરવામાં આવેલો હુમલો લાગે છે. તેની પદ્ધતિ અને ઘટનાની જગ્યાના કારણે અમે તેને આતંકી હુમલો માની રહ્યાં છીએ. 

સરકારે બોલાવી ઈમરજન્સી સમિતિની બેઠક
તેમણે કહ્યું કે અમે ઘટનાસ્થળે અને પાર્લિયામેન્ટ સ્ક્વેરને અપરાધ સ્થળ તરીકે માનીને ચાલી રહ્યાં છીએ. ઘેરાબંધી હજુ થોડો સમય જારી રહેવાની શક્યતા છે. કારણ કે તપાસ ટીમને એ સ્થાપિત કરવા માટે પોતાનું મહત્વપૂર્ણ કાર્ય જારી રાખવાનું છે કે અસલમાં થયું શું હતું. હુમલાને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સરકારની કોબરા ઈમરજન્સી સમિતિની બેઠક પણ થઈ. 

આરોપી બર્મિંઘમનો રહીશ 
શંકાસ્પદને દક્ષિણ લંડનમાં રાખવામાં આવ્યો છે. તેની હાલ ઔપચારિક રીતે ઓળખ થઈ શકી નહતી. બીબીસીએ અહેવાલ આપ્યો છે કે વ્યક્તિ બર્મિંઘમમાં રહેનારો છે. મેટ્રોપોલીટન પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે વાહનમાં બીજુ કોઈ નહતું. જે ઘટનાસ્થળ પર ઊભો છે તથા તેની તલાશી લેવામાં આવી રહી છે. હાલ કોઈ હથિયાર મળ્યું નથી. પોલીસે આ ઘટનાને લઈને એ જ પ્રકારે ઘેરાબંધી કરવામાં આવી છે જે રીતે આતંકી હુમલાઓ દરમિયાન કરવામાં આવે છે. મેટ્રોપોલીટન પોલીસે કહ્યું કે સ્થાનિક સમય મુજબ આજે સાત વાગ્યેને 37 મિનિટે કારે સંસદ ભવનની બહાર સુરક્ષા અવરોધકોને ટક્કર મારી. 

કાર હાઉસ ઓફ લોર્ડ્સની તરફ જતા રસ્તાના અવરોધકો સાથે ટકરાઈ જેને જોઈને લાગે છે કે બની શકે કે ચાલક સંસદ ભવનની અંદર પહોંચવાની કોશિશ કરી રહ્યો હોય. બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું કે વેસ્ટમિન્સ્ટર ઘટનામાં ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અને તત્કાળ સાહસિક કાર્યવાહી કરનારી ઈમરજન્સી સેવાઓને મારા ધન્યવાદ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news