ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, નેપાળના લોકો પણ ખુશઃ પીએમ મોદી

PM Modi Nepal Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે સોમવારે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. 

ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, નેપાળના લોકો પણ ખુશઃ પીએમ મોદી

કાઠમંડુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસે છે. તેમણે ભગવાન ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે સોમવારે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ નવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અને વર્તમાન સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. 

ત્યારબાદ પીએમ મોદી બુદ્ધ જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં પહોંચ્યા. આ તકે તેમણે કહ્યુ કે, મને પહેલા પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા દિવ્ય સ્થળો, તેમની સાથે જોડાયેલા આયોજનોમાં જવાનો અવસર મળતોરહ્યો છે. આજે ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. 

પીએમ મોદીએ કહ્યુ કે માયાદેવી મંદિરમાં દર્શનનો જે અવસર મને મળ્યો, તે મારા માટે અવિસ્મરણીય છે. જે જગ્યા, જ્યાં સ્વયં ભગવાન બુદ્ધે જન્મ લીધો હોય, ત્યાંની ઉર્જા, ત્યાંની ચેતના, એક અલગ અનુભવ છે. 

તેમણે કહ્યું કે, જનકપુરમાં મેં કહ્યુ હતું કે નેપાળ વગર અમારા રામ પણ અધૂરા છે. મને ખ્યાલ છે કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ એટલા ખુશ છે. 

— ANI (@ANI) May 16, 2022

ભારત-નેપાળના સંબંધો પર બોલ્યા પીએમ મોદી
ભારત-નેપાળના સંબંધો પર પીએમ મોદીએ કહ્યુ- આજે જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિ બની રહી છે, તેમાં નેપાળ અને ભારતની સતત મજબૂત થતી મિત્રતા, અમારી ઘનિષ્ઠતા, સંપૂર્ણ માનવતાના હિતનું કામ કરશે. તેમણે કહ્યું- નેપાળમાં લુમ્બિની મ્યૂઝિયમનું નિર્માણ બે દેશોના સંયુક્ત સહયોગનું ઉદાહરણ છે. આજે અમે લુમ્બિની Buddhist University માં ડો. આંબેડકર Chair for Buddhist Studies સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- વૈશાખ પૂર્ણિમાના દિવસે લુમ્બિનીમાં સિદ્ધાર્થના રૂપમાં બુદ્ધનો જન્મ થયો. આ દિવસે બોધગયામાં બોધ પ્રાપ્ત કરી ભગવાન બુદ્ધ બન્યા. આ દિવસે કુશીનગરમાં તેમનું મહાપરિનિર્માણ થયું. એક તિથિ, એક જ વૈશાખ પૂર્ણિમા પર ભગવાન બુદ્ધની જીવન યાત્રાના આ પડાવ માત્ર સંયોગ માત્ર નહોતો. તેમાં બુદ્ધત્વનો તે દાર્શનિક સંદેશ પણ છે, જેમાં જીવન, જ્ઞાન અને નિર્વાણ ત્રણેય એક સાથે છે. 

નેપાળના પ્રધાનમંત્રીના નિમંત્રણ પર પીએમ મોદી બુદ્ધ પૂર્ણિમા લુમ્બિની પહોંચ્યા હતા. તેમણે અહીં માયા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દેઉબા સાથે મુલાકાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news