હવે ભૂકંપ આવતા પહેલાં જ મળી જશે જાણકારી! લોકોના જીવ બચાવનારી આ ટેકનીક વિશે જાણો

દુનિયામાં ભૂકંપ મોટી માત્રામાં તબાહી લઈને આવે છે. આ તબાહીનું એક કારણ એ પણ છે કે, તેની સચોટ આગાહી કરવી મુશ્કેલ છે. જો કે, આ દિશામાં વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરી રહ્યા છે અને તેમને સફળતા પણ મળી છે.

હવે ભૂકંપ આવતા પહેલાં જ મળી જશે જાણકારી! લોકોના જીવ બચાવનારી આ ટેકનીક વિશે જાણો

નવી દિલ્લીઃ હવે ભૂકંપ આવતા પહેલા તેની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોએ એવી નવી ટેક્નિક વિકસાવી છે. જેનાથી ભૂકંપની વહેલી જાણકારી મળી શકશે. નાના ગુરુત્વાકર્ષણના સંકેતોની પહેચાન કરવા માટે ખાસ કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા છે, જેના સિગ્નલના ઉપયોગથી તરત જ મોટા ભૂકંપની આગાહી કરી શકાય છે. સાયન્સમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ એક નવી રીત છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાની રિચર્ડ એલને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જો અમે આ અલ્ગોરિધમને લાગૂ કરીએ તો એટલો વિશ્વાસ છે કે મોટા નુકસાનથી બચી શકાય છે.

હાલ આ છે પડકાર-
હાલ ભૂકંપની જાણકારી મેળવવા માટે ભૂકંપના તરંગો પર ધ્યાન રાખવામાં આવે છે. આ માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને સીસ્મોમીટર કહેવામાં આવે છે. આ સાધન ભૂકંપની કેટલી વહેલી ચેતવણી આપી શકે છે તે ભૂકંપ અને સીસ્મોમીટરનું અંતર અને 6 કિલોમીટર પ્રતિ સેકંડથી ઓછું અંતર કાપતા ભૂકંપીય તરંગો પર નિર્ભર કરે છે. રિચર્ડ એલન કહે છે કે, આ નાના ટેમ્પલર માટે સારા કામ કરે છે, પરંતુ જ્યારે ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોય ત્યારે ભૂકંપને ઓળખવો મુશ્કેલ બને છે.

આ છે નવી ટેક્નિક-
હાલમાં જ, ગુરુત્વાકર્ષણ તરંગોની શોધમાં સામેલ રીસર્ચર્સને લાગ્યું કે, પ્રકાશની ગતિથી મળતા ગુરુત્વાકર્ષણ સંકેતોનો ઉપયોગ ભૂકંપનું ધ્યાન રાખવા માટે પણ કરી શકાય છે.આ વિષે ફ્લોરિડા યુનિવર્સિટીના બર્નાર્ડ વ્હિટિંગ કહે છે કે, આશ્ચર્યજનક વાત એ છે કે સિસ્મોમીટરમાં પણ સિગ્નલ હશે.

ખાસ ટેક્નિક કરાઈ તૈયાર-
કોટેડીજૂર યુનિવર્સિટીના પોસ્ટડૉક એન્ડ્રિયા લિસિયાર્ડી અને તેમના સહયોગીઓએ આ પેટર્નની ઓળખ કરવા માટે એક મશીન-લર્નિંગ અલ્ગોરિધમ બનાવ્યો છે. તેમણે તોહોકૂથી સેટ કરેલા વાસ્તવિક ડેટા પરીક્ષણ કરતા પહેલા મોડેલને સેંકડો નકલી ભૂકંપથી ટેસ્ટ કર્યું હતું. એક એહેવાલ અનુસાર આ મોડલ લગભગ 50 સેંકડમાં ભૂકંપની તીવ્રતાનું સટિક અનુમાન લગાવી શકે છે.

મોટા ભૂકંપ માટે વિશ્વાસપાત્ર છે અનુમાન-
આ ટેક્નિક વધુ તીવ્રતા વાળા ભૂકંપનું વધારે વિશ્વાસપાત્ર અનુમાન આપી શકે છે. જે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સુનામીની ભવિષ્યવાણી માટે. જે સામાન્ય રીતે આવવામાં 10 થી 15 મિનિટનો સમય લગાવે છે. જો કે, આ ટેક્નિક હાલ અમલમાં નથી મુકવામાં આવી. એટલે તેની પાસે રિયલ ટાઈમ ડેટા નથી. મોડેલને હાલ જાપાનમાં મુકવાની તૈયારી છે. હાલ અલ્ગોરિધમને અલગ-અલગ ક્ષેત્રમાં ઉપયોગ માટે તાલીમ આપવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news