આ દેશમાં રહે છે મુસ્લિમ સમાજના લોકો, પરંતુ નમાઝ માટે નથી કોઈ મસ્જિદ! જાણો કેમ

Slovakia And Estonia: વિશ્વના કેટલાક દેશોમાં મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી છે. આમ છતાં અહીં નમાજ માટે કોઈ મસ્જિદ નથી. ઘણી વખત આ દેશોના મુસ્લિમો માંગ કરતા રહે છે કે તેમના માટે મસ્જિદ બનાવવામાં આવે. ચાલો જાણીએ કે તે કયા દેશો છે?
 

આ દેશમાં રહે છે મુસ્લિમ સમાજના લોકો, પરંતુ નમાઝ માટે નથી કોઈ મસ્જિદ! જાણો કેમ

નવી દિલ્હીઃ Country without mosque: ઈસાઈ અને મુસ્લિમ બે એવા ધાર્મિક સમુદાય છે, જે વિશ્વભરમાં તમને જોવા મળી જાય છે. તે વાતમાં બે મત નથી કે જ્યાં જે ધર્મની વસ્તી હશે, ત્યાં તેના ધાર્મિક સ્થળ પણ જરૂર હશે પરંતુ તમે જાણીને ચોકી જશો કે દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં મોટી સંખ્યામાં મુસલમાનો રહે છે. તેમ છતાં ત્યાં નમાઝ અદા કરવા માટે કોઈ મસ્જિદ નથી. ઘણીવાર આ દેશોના મુસલમાન માંગ કરે છે તે તેના માટે મસ્જિદ બનાવવામાં આવે. આવો જાણીએ આ ક્યા-ક્યા દેશો છે. 

પ્રથમ નંબર છે સ્લોવાકિયા
સ્લોવાકિયા એક નવો દેશ છે, જેનું નિર્માણ ચેકોસ્લોવાકિયાથી તૂટીને થયું છે. સ્લોવાકિયામાં આશરે 5000 મુસ્લિમ લોકો રહે છે. દેશની કુલ વસ્તીની તુલનામાં માત્ર 0.1 ટકા ભાગ છે. અહીં મુસલમાનો મસ્જિદ બનાવવાની માંગને લઈને વિવાદ કરતા રહે છે. અહીં સૌથી મોટો વિવાદ 2000માં થયો જ્યારે દેશની રાજધાનીમાં એક એક ઈસ્લામિક સેન્ટર ખોલ્યા બાદ થઈ. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં સ્લોવાકિયા કાયદો પાસ કરવામાં આવ્યો હતો, જે હેઠળ દેશમાં સત્તાવાર ધર્મનો દરજ્જો આપવામાં આવશે નહીં. 

બીજું નામ છે એસ્ટોનિયા
એસ્ટોનિયાની વર્ષ 2011માં થયેલી વસ્તી ગણતરી જણાવે છે કે દેશમાં મુસલમાનોની વસ્તી આશરે 1508 છે. આ સંખ્યા દેશની કુલ જનસંખ્યાના 0.14 ટકા છે. એસ્ટોનિયા એવો દેશ છે જ્યાં કોઈ મસ્જિદ તમને જોવા મળશે નહીં. પરંતુ અહીં એક ઇસ્લામિક કલ્ચર સેન્ટર જરૂર છે. આ જગ્યા પર મુસ્લિમ સમાજના લોકો નમાઝ પઢવા આવે છે. અહીં નમાઝ માટે મુસલમાન એક કોમન ફ્લેટમાં ભેગા થાય છે. આ એક એવો દેશ છે જ્યાં સુન્ની અને શિયા સાથે નમાઝ અદા કરે છે. મોનાકો નામનો એક નાનો દેશ છે, જ્યાં મુસલમાનો રહે છે પરંતુ એકપણ મસ્જિદ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news