Turkmenistan ના રાષ્ટ્રપતિએ કુતરાના નામ પર કરી રજાની જાહેરાત, દરેક જગ્યાએ થઈ રહી છે ચર્ચા
મધ્ય એશિયાના દેશ તુર્કમેનિસ્તાનના (Turkmenistan) રાષ્ટ્રપતિ ગુરબંગુલી બર્ડીમહમદોએ (Gurbanguly Berdimuhamedow) સ્થાનિક કૂતરાની જાતિના અલ્બાઈને માન આપવા રાષ્ટ્રીય રજા (National Holiday) જાહેર કરી છે. દર વર્ષે એપ્રિલના અંતિમ રવિવારે આ રજા રહેશે
Trending Photos
અશ્ગાબત: મધ્ય એશિયાના દેશ તુર્કમેનિસ્તાનના (Turkmenistan) રાષ્ટ્રપતિ ગુરબંગુલી બર્ડીમહમદોએ (Gurbanguly Berdimuhamedow) સ્થાનિક કૂતરાની જાતિના અલ્બાઈને માન આપવા રાષ્ટ્રીય રજા (National Holiday) જાહેર કરી છે. દર વર્ષે એપ્રિલના અંતિમ રવિવારે આ રજા રહેશે. અલ્બાઈ પ્રજાતિને અહીંના લોકોને ખૂબ પસંદ કરે છે. આ જાતિના કૂતરા ફક્ત અહીં જ જોવા મળે છે, તેથી તે તુર્કમેનિસ્તાનની રાષ્ટ્રીય ઓળખ સાથે પણ જોડાયેલા છે.
આ કૂતરા વફાદારી માટે પ્રખ્યાત છે. તેથી જ સ્થાનિક સમાજમાં તેમને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ પ્રજાતિને સિદ્ધિ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ ગુરબંગુલીએ કૂતરાની આ જાતિને સમર્પિત ઘણા પુસ્તકો અને કવિતાઓ પણ લખી છે.
ચાર રસ્તા પર કૂતરાની સોનાની પ્રતિમા
અલ્બાઈની જાતિનો કૂતરો તુર્કમેનિસ્તાન માટે રાષ્ટ્રીય નાયક જેવો છે અને તેની સુવર્ણ પ્રતિમા તુર્કમેનિસ્તાનની રાજધાનીમાં એક ખાસ ચોક પર મૂકવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર આ 50 ફૂટ ઉંચી પ્રતિમા કાંસાની બનેલી છે અને તેના પર 24 કેરેટ સોનાનું પડ લગાવવામાં આવ્યું છે.
2007 થી દેશની સત્તા સંભાળી ચૂકેલા કુરબાંગુલી બેર્દયમુખમેદોવે (Kurbanguly Berdymukhamedov) ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ અલ્બાઈ જાતિના આ કૂતરાની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
ખાસ બાબત એ છે કે આ જાતિની એક ભેટ તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને (Vladimir Putin) પણ આપવામાં આવી હતી. જે તેમને ખૂબ ગમ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે