Joe Biden ને સત્તા સંભાળતાની સાથે જ વિઝા અંગે બદલ્યો આ નિયમ, ભારતીયો માટે ખુશખબરી
USમાં વસતા H-1B વિઝા ધરાવતા ભારતીયો માટે સૌથી મોટી રાહતના સમાચાર છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળતા જ ડોનલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય બદલી નાંખ્યો.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચૂંટણીમાં ટ્રંપને પછડાટ આપીને જો બાઈડેન અને કમલા હેરિસની જોડી હવે દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પહોંચી ગઈ છે. સત્તારૂઢ થતાં ની સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્રંપના વિઝા અંગેના કેટલાંક નિયમોમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરી નાંખ્યો. બાઈડેને ટ્રંપના નિયમોને ઊઠલાવી દેતાં ભારતીઓને મોટી રાહત મળી છે. એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો નિર્ણય હવે ભૂતકાળ બની ગયો છે. અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના અંદાજિત 9 લાખ જીવનસાથી માટે મોટી રાહતના સમાચાર છે.
જાણો Obama, Trump અને Biden બધા જ કેમ છે Modi ના જબરા ફેન...? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફેબ્રુઆરી 2019માં એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીને નોકરીની પરવાનગી આપતા આ પ્રોગ્રામને સ્થગિત કરવાના નક્કર પગલાં લેવાનું શરૂ કર્યું હતું. જેને કારણે તે સમયે અમેરિકામાં વસતા અને એચ-1 બી વિઝા ધરાવતા લોકો માટે ભારે મુશ્કેલીઓ ઉભી થઈ હતી. તે સમયે કમલા હેરિસે ટ્રંપના આ પગલાંને વિરોધ કર્યો હતો. અને આ પ્રકારની નિતિને ખુબ જ નકારાત્મક પગલું ગણાવ્યું હતું.
તે સમયે કમલા હેરિસે જણાવ્યું હતું કે, ટ્રંપની આ પ્રકારની નિતિને કારણે અનેક લોકોની કારકિર્દીનો અંત લાવી દેવાની ફરજ પડશે. એચ-વનબી વિઝાધારકોના એચ-4 વિઝા ધરાવતા જીવનસાથીને વર્ક પરમિટથી વંચિત કરવાની અંતિમ સમીક્ષા ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ દ્વારા ચાલી રહી હતી અને તેનો અમલ હાથવેંતમાં હતો. જો કે સત્તા પર આવતાની સાથે જો બાઈડેન સરકારે આ નિર્ણય અને અમલ પર 60 દિવસનો સ્ટે મૂકી દીધો હતો અને તેને લંબાવી પણ શકાય છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટીએ વિધિવત રીતે આ પ્રસ્તાવિત નિયમને પાછો ખેંચી લીધો છે.
શું છે એચ-4 વિઝા, કોને મળી શકે?
અમેરિકામાં એચ-વનબી વિઝાધારકના જીવનસાથીને ચોક્કસ કિસ્સામાં એચ-4 વિઝા આપવામાં આવે છે. જો એન-વનબી વિઝાધારક ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં હોય અથવા તો જેણે 6 વર્ષની મર્યાદા પાર કરી લીધી હોય તેમના જીવનસાથી એચ-4 વિઝા માટે અરજી કરી શકે છે. ચોક્કસ વર્ગમાં દાયકાઓથી ચાલી રહેલા ગ્રીન કાર્ડ બેકલોગને કારણે 2015માં ઓબામા સરકારે એચ-4 વિઝા પ્રાણાલી લાગુ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે