જ્યાં 71 વર્ષથી તળાવ હતું, ત્યાંથી એક ખોવાયેલું ગામ મળી આવ્યું

ઈટલીમાં આવેલું 'લેક રેસિયા' લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. જોકે, આ તળાવ તેના બર્ફીલા પાણીની વચ્ચે રહેલા 14મી સદીના ચર્ચના મીનાર માટે પ્રખ્યાત છે. પરંતુ જ્યારથી ખોવાયેલા ગામના અવશેષો તળાવમાંથી મળી આવ્યા ત્યારથી લોકો તેના બાંધકામનો ઈતિહાસ જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે!

Updated By: Dec 2, 2021, 12:21 PM IST
જ્યાં 71 વર્ષથી તળાવ હતું, ત્યાંથી એક ખોવાયેલું ગામ મળી આવ્યું

નવી દિલ્હીઃ ઈટલીમાં આવેલું 'લેક રેસિયા' લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. જોકે, આ તળાવ તેના બર્ફીલા પાણીની વચ્ચે રહેલા 14મી સદીના ચર્ચના મીનાર માટે પ્રખ્યાત છે. પરંતુ જ્યારથી ખોવાયેલા ગામના અવશેષો તળાવમાંથી મળી આવ્યા ત્યારથી લોકો તેના બાંધકામનો ઈતિહાસ જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે!દાયકાઓ સુધી જળમગ્ન રહ્યુ આ ગામ:
અહેવાલ મુજબ, જ્યારે ઘણા વર્ષો પછી તળાવનું સમારકામ શરૂ થયું ત્યારે તેનું પાણી અસ્થાયી રૂપે સુકાઈ ગયું હતું. આ પછી જ દાયકાઓથી ડૂબેલા ગામની તસવીર લોકોની સામે આવી. તમને જણાવી દઈએ કે, લેક રેસિયાને જર્મન ભાષામાં રેસચેન્સી તરીકે ઓળખવામાં આવે છે. તે દક્ષિણ ટાયરોલના આલ્પાઈન પ્રદેશમાં સ્થિત છે, જે ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડની સરહદમાં આવે છે.બે તળાવો એક હતા:
બીબીસીના અહેવાલ મુજબ, વર્ષ 1950માં પાણીમાં ડૂબી ગયેલ કુરોન નામનું આ ગામ સેંકડો લોકોનું ઘર હતું. હકીકતમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવા માટે, સરકારે 71 વર્ષ પહેલાં અહીં એક ડેમ બનાવ્યો હતો. જેના માટે બે તળાવો એક થઈ ગયા હતા અને કુરોન ગામનું અસ્તિત્વ ગાયબ થઈ ગયું હતું.હાઈકર્સને પસંદ છે આ જગ્યા:

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Matteo Cau (@the_rex89)


 

160થી વધુ ઘરો ડૂબી ગયા:
જ્યારે સત્તાવાળાઓએ 1950 માં ડેમ બનાવવા અને નજીકના બે તળાવોને ભેળવી દેવાનો નિર્ણય કર્યો, ત્યારે ગામના રહેવાસીઓએ વાંધા ઉઠાવ્યા હતા. તેમ છતાં કરવામાં આવેલી ડેમ નિર્માણ કામગીરીના પગલે ગામ પાણીના ઊંડાણમાં ખોવાઈ ગયું હતું. આના કારણે 160થી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા અને ક્યૂરૉનની વસ્તી વિસ્થાપિત થઈ. જોકે, કેટલાક લોકો નવુ ગામ વસાવીને નજીકમાં રહેવા લાગ્યા.