ગુજરાતનું ભવિષ્ય અંધકારમય, બાળકોની સ્કૂલ બેગમાં પકડાવી દીધું અફીણ, સુરતમાં મોટો પર્દાફાશ

શાહરૂખ ખાનની થોડા સમય પહેલા આવેલી રઈસ ફિલ્મમાં તમે જોયુ હશે કે દારૂની બોટલોની હેરાફેરી માટે નાના બાળકોની મદદ લેવાય છે. આ ફિલ્મમાં અમદાવાદનો ડોન લતીફ તેના બાળપણમાં સ્કૂલ બેગમાં દારૂની બોટલની હેરાફેરી કરતો બતાવાય છે. વર્ષો બાદ આવુ દ્રશ્ય ગુજરાતમાં જોવા મળ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર નશાનો કારોબાર કરવા માટે બાળકોને હાથો બનાવવામાં આવ્યો છે. સુરતમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. અસામાજિક તત્વનો આ મનસૂબો સુરત પોલીસે અસફળ બનાવ્યો છે. 

Updated By: Dec 2, 2021, 12:17 PM IST
ગુજરાતનું ભવિષ્ય અંધકારમય, બાળકોની સ્કૂલ બેગમાં પકડાવી દીધું અફીણ, સુરતમાં મોટો પર્દાફાશ

તેજશ મોદી/સુરત :શાહરૂખ ખાનની થોડા સમય પહેલા આવેલી રઈસ ફિલ્મમાં તમે જોયુ હશે કે દારૂની બોટલોની હેરાફેરી માટે નાના બાળકોની મદદ લેવાય છે. આ ફિલ્મમાં અમદાવાદનો ડોન લતીફ તેના બાળપણમાં સ્કૂલ બેગમાં દારૂની બોટલની હેરાફેરી કરતો બતાવાય છે. વર્ષો બાદ આવુ દ્રશ્ય ગુજરાતમાં જોવા મળ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર નશાનો કારોબાર કરવા માટે બાળકોને હાથો બનાવવામાં આવ્યો છે. સુરતમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. અસામાજિક તત્વનો આ મનસૂબો સુરત પોલીસે અસફળ બનાવ્યો છે. 

રાજસ્થાનથી સુરત અફીણનો જથ્થો લવાયો હતો 
સુરતમાં 9 માં ધોરણમાં ભણતા વિધાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પુણા પોલીસે રાજસ્થાનના એક 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયલો કિશોરના બેગમાં અફીણ મૂકાયુ હતું. નશાના સોદાગર બાળકના સ્કૂલ બેગમાં અફીણ મૂકીને તેની હેરાફેરી કરાવતા હતા. કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો. 

આ પણ વાંચો : ​ગુજરાતની લાજ કાઢે તેવો રસ્તો, અમદાવાદમાં કારને હટાવ્યા વગર રોડ બનાવી દીધો

પોલીસે બાતમીના આધારે કિશોરને અફીણ સાથે પકડ્યો હતો. ડ્રગ્સના હેરાફેરી માટે પહેલા દંપતીનો ઉપયોગ કરાતો હતો, પરંતુ પોલીસ સતર્ક બનતા હવે નશાખોરો બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. પૂણા પોલીસને માહિતી મળી હતી, જેના આધારે રસ્તા પર અફીણ લઈને જતા કિશોરને પકડી પાડવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી સુરત હવે ધીરે ધીરે નશાના કાળા કારોબાર તરફ ધકેલાઈ રહ્યું છે. સુરતમાં સતત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. પણ હવે બાળકો પાસેથી પકડાતા ડ્રગ્સે પોલીસે પણ વિચારમાં મૂકી દીધા છે. સુરતમાં મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. સુરત પોલીસ માટે આ ઘટના ચોંકાવનારી છે, કારણ કે હવે માસુમ બાળકોનો નશાના વેપાર માટે ઉપયોગ કરાય છે. આવામાં ગુજરાતના બાળકો માટે આ ચિંતાનો વિષય છે.